ગુજરાત

ગુજરાતમાં કોરોના નો વિસ્ફોટ, છેલ્લા 24 કલાક માં જ સૌથી વધુ કોરોના ના નવા 1515 કેસો નોંધાયા…

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ભારત વિશ્વમાં કોરોના ના ની સંખ્યા માં બીજા નંબરે પહોંચી ગયું છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 90 લાખ અને 53 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 1 લાખ ને 95 હજારને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે રાજ્યમાં કોરોના ના નવા 1515 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 ના કુલ કેસોની સંખ્યા વધીને 1,95,917એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3846એ પહોંચ્યો છે. જ્યારે 1271 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.26 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 70,388 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

Loading...

રાજ્યમાં આજે નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદ કોર્પોરેશન 354, સુરત કોર્પોરેશન 211, વડોદરા કોર્પોરેશન 125, રાજકોટ કોર્પોરેશન 89, બનાસકાંઠા 55, ગાંધીનગર કોર્પોરેશન 53, મહેસાણા 53, પાટણ 51, સુરત 51, રાજકોટ 48, વડોદરા 39, ગાંધીનગર 36, કચ્છ 30, અમરેલી 24, પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 21, જામનગર 20, ખેડા 20, અમદાવાદ 19, મહીસાગર 19, સાબરકાંઠા 17, સુરેન્દ્રનગર 15, ભાવનગર કોર્પોરેશન 14, દાહોદ 14, મોરબી 14, અરવલ્લી 12, જુનાગઢ કોર્પોરેશન 12, નર્મદા 12, ગીર સોમનાથ 10, આણંદ 8, જુનાગઢ 8, ભરૂચ 6, છોટા ઉદેપુર 6, તાપી 6, ભાવનગર 5, બોટાદ 4, દેવભૂમિ દ્વારકા 4, નવસારી 3, વલસાડ 3, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.

તો રાજ્યમાં નવા નોંધાયેલા મોત ની વિગત જોઈએ તો,આજે રાજ્યમાં 9 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 5, સુરત કોર્પોરેશન 2, ગીર સોમનાથ 1, રાજકોટ કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3846એ પહોંચ્યો છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,78,786 નાગરીકો સાજા થઈ ગયા છે. 3837ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 13,285 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 95 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 13,190 સ્ટેબલ છે.

ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના વધુ 101 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 17041 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 217 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં વધુ 98 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને કુલ 15,686 પર પહોંચ્યો છે. વડોદરામાં હાલ 1138 એક્ટિવ કેસ પૈકી 166 દર્દી ઓક્સિજન પર અને 61 દર્દી વેન્ટિલેટર પર છે અને 911 દર્દીની હાલત સ્થિર છે.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 17,041 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2563, પશ્ચિમ ઝોનમાં 2761, ઉત્તર ઝોનમાં 3512, દક્ષિણ ઝોનમાં 3106, વડોદરા ગ્રામ્યમાં 5063 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

તો રાજકોટમાં કોરોનાથી 6ના મોત થયા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. જેથી રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 10 હજાર 19 કેસ નોંધાયા છે. જેમાંથી રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં કુલ 665 દર્દી સારવાર હેઠળ છે. શુક્રવારે 54 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *