ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 28 કેસો,જાણો ક્યાં નોંધાયા કેસો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 12 લાખ 16 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 22 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે આજે કોરોના વાયરસના 28 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.73 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 50 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, આજે કોરોનાથી એક પણ દર્દીનું રાજ્યમાં મોત થયુ નથી.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,વડોદરા કોર્પોરેશન 8, અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 4, આણંદ 2, ગીર સોમનાથ 1, જામનગર 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, નવસારી 1, પોરબંદર 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, વડોદરા 1, વલસાડ 1 કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,076 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 50 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,14,109 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 389 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 05 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 389 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 05 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 384 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.73% એ આવી ગયો છે.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, નવા 5 કેસ નોંધાતા કોરોના પોઝિટિવનો આંકડો વધીને 1,43,432 થયો છે. નવા મોત ન નીપજતાં સરકારી ચોપડે મૃત્યુઆંક 2114 પર સ્થિર રહ્યો છે. વધુ 7 રિકવર થતા શહેર અને જિલ્લામાંથી રિકવર થતા કોરોનામુક્ત થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,41,261 થઈ છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 71,822 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,164 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 35 એક્ટિવ કેસ પૈકી 6 દર્દી ઓક્સિજન ઉપર અને 3 દર્દી વેન્ટિલેટર પર છે.

રાજકોટમાં કોરોનાનું નામોનિશાન રહ્યુ ન હોય તેમ એકાદ-બે કેસ નોંધાય રહ્યાં છે. આજે બપોર સુધીમાં શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42784 પર પહોંચી છે. તેમજ 42317 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રિકવરી રેઇટ 98.90 ટકા પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં શહેરમાં 1243290 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *