ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 36 કેસો,જાણો ક્યાં નોંધાયા કેસો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 12 લાખ 97 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 22 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 53 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.74 ટકા થયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે.

Loading...

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,076 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,14,223 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 345 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 05 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 345 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 05 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 340 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.74% એ આવી ગયો છે.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, કોરોના પોઝિટિવનો આંકડો વધીને 1,43,438 થયો છે. નવા મોત ન નીપજતાં સરકારી ચોપડે મૃત્યુઆંક 2114 પર સ્થિર રહ્યો છે. શહેર અને જિલ્લામાંથી કોરોનામુક્ત થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,41,268 થઈ છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 8 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71,846 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,188 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 35 એક્ટિવ કેસ પૈકી 6 દર્દી ઓક્સિજન ઉપર અને 3 દર્દી વેન્ટિલેટર પર છે.

રાજકોટમાં કોરોના ખાત્મા તરફ હોય તેવું સરકારના આંકડા પરથી સાબિત થઇ રહ્યું છે. છેલ્લા બે દિવસથી માત્ર 1-1 કેસ નોંધાય રહ્યાં છે. આજે બપોર સુધીમાં 0 કેસ નોંધાયા છે. ત્યારે શહેરમાં કુલ કેસની સંખ્યા 42786 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 15 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા શૂન્ય હતી. રાજકોટ શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 2080 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 2142 સહિત કુલ 4222 નાગરિકોએ રસી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *