સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 10 લાખ અને 68 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 2 લાખ ને 68 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે આજે રાજ્યમાં નવા 460 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે. જે ગઇ કાલ કરતા 36 કેસ વધારે છે. જોકે આજે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. બીજી તરફ આજે રાજ્યના 2 જિલ્લામાં નવો એકપણ કેસ નોધાયો નહોતો.
તો આજે નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદમાં 101 અને વડોદરામાં 109 કેસ, સુરતમાં 74, રાજકોટમાં 67, ભાવનગરમાં 13 કેસ, ગાંધીનગરમાં 10, જામનગરમાં 6, જૂનાગઢમાં 8, કચ્છમાં 9, છોટાઉદેપુર-ખેડામાં 6-6, મહિસાગર-પંચમહાલમાં 6-6, મહેસાણામાં 5, સાબરકાંઠામાં 5, મોરબીમાં 4, દ્વારકામાં 3, ગીર સોમનાથમાં 3, અમરેલી-આણંદમાં 2-2 કેસ, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, વલસાડમાં 2-2 કેસ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદમાં 1-1 કેસ, નર્મદા, નવસારી, પોરબંદર, તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 268571એ પહોચી ગઈ છે. રાજ્યમાં કોરોનાને મ્હાત આપવાનો દર 97.57 ટકાએ પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 2,62487 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. અત્યાર સુધી 2,62,487 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. રાજ્યમાં સાજા તવાનો દર 97.57 ટકાએ પહોંચ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં કુલ 2136 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી નાજુક સ્થિતિના કારણે 38 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે, જેમાં 2098ની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધી 4408 લોકો કોરોના સામે હારી ગયા છે.
રાજકોટમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા 50 ઉપર આવી રહી છે. આજે બપોર સુધીમાં નવા 18 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 16053 પર પહોંચી છે અને 141 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે શહેરમાં 35 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે બપોર સુધીમાં 532 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામા આવેલા આંકડા પ્રમાણે વધુ 74 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 53,655 થયો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કારણે નવું મૃત્યુ ન થતાં મૃત્યુઆંક 1137 પર સ્થિર રહ્યો છે. આજે શહેરમાંથી 51 અને જિલ્લામાંથી 04 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જની કુલ સંખ્યા વધીને 52,066 થઈ છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 452 એક્ટિવ કેસ વધીને થયા છે.