ગુજરાત

રાજ્યમાં અચાનક કોરોના ના કેસો વધ્યા,આજે નોંધાયા કોરોના ના નવા 451 કેસો,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 10 લાખ અને 80 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 2 લાખ ને 68 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે રાજ્યમાં આજે કોવિડ 19ના 451 કેસ નોંધાયા છે અને 328 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે ગયા છે. આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,62,815 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે, રાજ્યમાં સાજા થનાનો રેસિયો 97.53 ટકાએ પહોંચ્યો છે.

Loading...

તો રાજ્યમાં આજે નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદમાં 106 કેસ નોંધાયા છે અને એકનું મોત નિપજ્યું છે. સુરતમાં 94, વડોદરામાં 82, રાજકોટમાં 40 કેસ, ભાવનગરમાં 16, ગાંધીનગરમાં 9, જામનગરમાં 8 કેસ, જૂનાગઢમાં 5, આણંદ – કચ્છમાં 9 – 9 કેસ, ખેડા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં 7 – 7 કેસ, ગીર સોમનાથ – મહેસાણામાં 6 – 6, નવસારીમાં 5 કેસ, મોરબીમાં 4, ભરૂચ – છોટાઉદેપુરમાં 3 – 3 કેસ, દાહોદ, દ્વારકા, નર્મદા, તાપીમાં 3 – 3 કેસ, અમરેલીમાં 2, અરવલ્લી – બનાસકાંઠામાં 1 – 1 કેસ, પોરબંદર અને વલસાડમાં 1 – 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલ કુલ કોરોનાના કુલ દર્દીઓ વિશે વાત કરીએ તો
કુલ 2258 દર્દીઓ એક્ટીવ કેસ છે, જેમાંથી 36 લોકો વેન્ટીલેટર પર છે અને 2222 લોકોની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 262815 લોકો ડિસ્ચાર્જ થયા છે અને 4409 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે ભાવનગર, બોટાદ, ડાંગ, પાટણ અને સુરેન્દ્રનગર એમ કુલ 05 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 45 પોઝિટિવ કેસ નોંધાયા છે. કેસનો કુલ આંક 24,659 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 49 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 23,843 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 575 એક્ટિવ કેસ પૈકી 73 દર્દી ઓક્સિજન ઉપર અને 29 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 473 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 24,659 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3658, પશ્ચિમ ઝોનમાં 4056, ઉત્તર ઝોનમાં 4830, દક્ષિણ ઝોનમાં 4494, વડોદરા ગ્રામ્યમાં 7585 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

રાજકોટમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા 55 ઉપર આવી રહી છે. આજે બપોર સુધીમાં નવા 15 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 16105 પર પહોંચી છે અને 141 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે રાજકોટમાં 35 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો, છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં નવા 67 પોઝીટીવ કેસ છે.રાજકોટ જિલ્લો કોરોનામુકત થયા બાદ પુન: પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર વધુ એલર્ટ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *