ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 14,327 કેસો,તો 180 લોકોને ભરખી ગયો કોરોના,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 85 લાખ ને 48 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 5 લાખ 53 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાનાં 14327 કેસ નોંધાયા છે. જ્યારે 180 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 9544 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે આજે 1,64,979 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદમાં કોરોનાના 5319 કેસ, 25નાં મોત, સુરતમાં કોરોનાના 2192 કેસ, 22 મોત, વડોદરામાં 860 કેસ, 18 મોત, રાજકોટમાં કોરોનાના 636 કેસ, 21નાં મોત, મહેસાણા 511 કોરોના કેસ, 5 મોત, જામનગરમાં 701 કેસ, 18નાં મોત, ભાવનગરમાં 444 કોરોના કેસ, 6 મોત, પાટણમાં કોરોનાના 241 કેસ, 1 મોત, બનાસકાંઠામાં 231 કોરોના કેસ, 4 મોત, દાહોદમાં કોરોનાના 227 કેસ, 2નાં મોત, સુરેન્દ્રનગરમાં કોરોનાના 227 કેસ, 8 મોત, કચ્છમાં 186 કોરોના કેસ, 8 મોત, ભરૂચમાં 185, ગાંધીનગર 349 કેસ, 3 મોત, ખેડામાં 169, જૂનાગઢમાં 293, અમરેલી 146 કેસ, વલસાડ 130, નવસારી 128, આણંદ 125 કેસ, ગીરસોમનાથ 119, પંચમહાલ 116, તાપી 115 કેસ, મહિસાગર 105, અરવલ્લી 93, છોટાઉદેપુર 92 કેસ, મોરબીમાં 87, સાબરકાંઠા 82, નર્મદા 73 કેસ, દેવભૂમિ દ્વારકા 47, પોરબંદર 42, બોટાદ 35, ડાંગ 21 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 5,53,172 પર પહોંચ્યો છે. જ્યારે 4,08,368 વ્યક્તિઓએ કોરોનાને માત આપી છે. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 73.82 પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાએ અત્યાર સુધી 7010 દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે એક્ટિવ કેસોનો આંક 1,37,794 પર પહોંચ્યો છે. જ્યારે વેન્ટિલેટર પર 572 દર્દીઓ છે અને 1,37,222 દર્દીઓની હાલત સ્થિર છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 837 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 43,211 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 9 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 367 પર પહોંચ્યો છે. આજે વધુ 496 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 35,216 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 7296 એક્ટિવ કેસ પૈકી 511 દર્દી ઓક્સિજન ઉપર અને 329 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 6456 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 43,211 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 6364, પશ્ચિમ ઝોનમાં 7483, ઉત્તર ઝોનમાં 7944, દક્ષિણ ઝોનમાં 7535 વડોદરા ગ્રામ્યમાં 13,849 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 110890 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1717 થયો છે. ગત રોજ શહેરમાંથી 1620 અને જિલ્લામાંથી 470 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 86751 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

કોરોનાની બીજી વેવ આવી ત્યારથી એપ્રિલ મહિનામાં દરરોજ નોંધાતા નવા કેસોમાંથી અઠવા ઝોનમાં કેસ વધુ જોવા મળતા હતા. હવે રાંદેર ઝોનમાં નવા કેસોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ રોજ કેસ વધી રહ્યા છે. આ સિવાય સેન્ટ્રલ ઝોનમાં 1 દિવસમાં નવા 175 કેસ, વરાછા-એ ઝોનમાં 178 કેસ, વરાછા-બી ઝોનમાં 187 કેસ, કતારગામ ઝોનમાં 231 કેસ, લિંબાયત ઝોનમાં 145 કેસ અને ઉધના ઝોનમાં 183 કેસ નોંધાયા છે.

રાજકોટમાં 24 કલાકમાં 66 દર્દીના મોત થયા છે. કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના મોત થયા છે. જોકે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. આજે બપોર સુધીમાં 141 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજકોટમાં 32438 કેસ નોંધાયા છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4275 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 692 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *