ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 12,820 કેસો,તો 140 લોકોને ભરખી ગયો કોરોના,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 95 લાખ ને 57 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 5 લાખ 94 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 12,820 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 140 દર્દીના મોત નીપજ્યા છે.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદમાં નવા 4671 કેસ સાથે 26 દર્દીનાં મોત, સુરતમાં નવા 1656 કેસ સાથે 13 દર્દીનાં મોત, વડોદરામાં નવા 936 કેસ સાથે 14 દર્દીનાં મોત, રાજકોટમાં નવા 524 કેસ સાથે 16 દર્દીનાં મોત, જામનગરમાં નવા 712 કેસ સાથે 14 દર્દીનાં મોત, ગાંધીનગરમાં નવા 317 કેસ સાથે 2 દર્દીનાં મોત, જૂનાગઢમાં નવા 280 કેસ સાથે 9 દર્દીનાં મોત, ભાવનગરમાં નવા 571 કેસ સાથે 12 દર્દીનાં મોત, મહેસાણામાં 493, કચ્છમાં 187, મહિસાગરમાં 169 કેસ, નવસારીમાં 160, દાહોદ – ખેડામાં 159 – 159 કેસ, સાબરકાંઠામાં 141, પાટણમાં 131, આણંદમાં 127 કેસ, વલસાડમાં 125, ગીર સોમનાથમાં 120, મોરબીમાં 110 કેસ, અરવલ્લીમાં 109, પંચમહાલમાં 108, નર્મદામાં 103 કેસ, ભરૂચમાં 101, અમરેલીમાં 99 કેસ, છોટાઉદેપુરમાં 99 કેસ, સુરેન્દ્રનગરમાં 71, દ્વારકામાં 50, તાપીમાં 49 કેસ, પોરબંદરમાં 44, ડાંગમાં 26, બોટાદમાં 14 કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 7648 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 11,999 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 452275 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 147499 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 747 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 147499 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 747 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 146752 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 74.46% એ આવી ગયો છે.

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 119164 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1798 થયો છે. ગતો રોજ શહેરમાંથી 2316 અને જિલ્લામાંથી 602 મળી શહેર જિલ્લામાંથી 2918 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 96997 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.

સુરત શહેરમાં જિલ્લામાં ધીમે ધીમે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને પગલે કોરોનાના દર્દીઓના મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 20369 થઈ ગઈ છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 891 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 46,712 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 9 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 401 પર પહોંચ્યો છે. આજે વધુ 647 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 37,677 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 8634 એક્ટિવ કેસ પૈકી 571 દર્દી ઓક્સિજન ઉપર અને 365 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 7678 દર્દીની હાલત સ્થિર છે.

રાજકોટમાં કોવિડ હોસ્પિટમાં મોતનો આંક વધી રહ્યો છે. 24 કલાકમાં વધુ 72 દર્દીના મોત થયા છે. જોકે, આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 65 દર્દીના મોતમાંથી 9 દર્દીના જ કોરોનાથી મોત થયાનું ડેથ ઓડિટ કમિટીમાં જાહેર કરવામાં આવ્યું હતું. આજે બપોર સુધીમાં નવા 121 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 34652 પર પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *