ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 14,605 કેસો,તો 173 લોકોને ભરખી ગયો કોરોના,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 88 લાખ ને 81 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 5 લાખ 67 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14605 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 5 દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 173 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના થી કુલ મૃત્યુઆંક 7183 પર પહોંચી ગયો છે.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5391, સુરત કોર્પોરેશન-1737, વડોદરા કોર્પોરેશન-654, રાજકોટ કોર્પોરેશ 621, મહેસાણા-516, જામનગર કોર્પોરેશન- 396, જામનગર-352, ભાવનગર કોર્પોરેશન 300, સુરત 274, દાહોદ 268, વડોદરા 267, બનાસકાંઠા 234, પાટણ 233, ભાવનગર 212, સુરેન્દ્રનગર-211, અમરેલી 197, ખેડા 179, ગાંધીનગર કોર્પોરેશન-169, ગાંધીનગર-162, સાબરકાંઠા 161, કચ્છ 157, નવસારી 142, જૂનાગઢ કોર્પોરેશન 138, જૂનાગઢ 134, ભરૂચ 133, આણંદ 132, મહીસાગર 129, વલસાડ 126, અરવલ્લી 119, નર્મદા 118, પંચમહાલ 114, ગીર સોમનાથ 111, તાપી 99, મોરબી 94, છોટા ઉદેપુર 89, પોરબંદર 49, અમદાવાદ 48, દેવભૂમિ દ્વારકા 48, રાજકોટ 42, ડાંગ 35 અને બોટાદ 14 કેસ સાથે કુલ 14605 કેસ નોંધાયા છે.

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના મોત ની વિગત જોઈએ તો,અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશન-16, વડોદરા કોર્પોરેશન-11, રાજકોટ કોર્પોરેશ 14, મહેસાણા-3, જામનગર કોર્પોરેશન- 9, જામનગર-8, ભાવનગર કોર્પોરેશન 5, સુરત 7, દાહોદ 3, વડોદરા 6, બનાસકાંઠા 1, પાટણ 2, ભાવનગર 5, સુરેન્દ્રનગર-7, અમરેલી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન-2, ગાંધીનગર-2, સાબરકાંઠા 9, કચ્છ 5, નવસારી 0, જૂનાગઢ કોર્પોરેશન 3, જૂનાગઢ 5, ભરૂચ 2, આણંદ 0, મહીસાગર 2, વલસાડ 4, અરવલ્લી 2, નર્મદા 0, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, તાપી 0. મોરબી 3, છોટા ઉદેપુર 1, પોરબંદર 1, અમદાવાદ 0, દેવભૂમિ દ્વારકા 2, રાજકોટ 3, ડાંગ 0 અને બોટાદ 3 મોત સાથે કુલ 173 લોકોના મોત થયા છે.

રાજ્યમાં આજે 10180 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,18,548 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 1 લાખ 42 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 142046 પર પહોંચ્યો છે. જેમાંથી 613 લોકો વેન્ટિલેટર પર અને 141433 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.72 ટકા છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 854 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 44,065 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 8 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 375 પર પહોંચ્યો છે. આજે વધુ 568 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 35,784 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 7906 એક્ટિવ કેસ પૈકી 531 દર્દી ઓક્સિજન ઉપર અને 344 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 7031 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 44,065 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 6463, પશ્ચિમ ઝોનમાં 7610, ઉત્તર ઝોનમાં 8051, દક્ષિણ ઝોનમાં 7639 વડોદરા ગ્રામ્યમાં 14,266 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 2011 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,15,093 પર પહોંચ્યો છે. શહેર અને જિલ્લામાં સરકારી ચોપડે વધુ 21 મોત દર્શાવાતા મૃત્યુઆંક વધીને 1761 પર પહોંચી ગયો છે. આજે શહેરમાંથી 2020 અને જિલ્લામાંથી 471 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી એક્ટિવ કેસની સંખ્યા 21,847 પર પહોંચી છે.

સુરત સિવિલ અને સ્મીમેરમાં 1068 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. જેમાં સિવિલમાં ઓક્સિજન પર 403 દર્દી, બાઇપેપ પર 335 દર્દી અને વેન્ટિલેટર પર 25 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેવી જ રીતે સ્મીમેરમાં ઓક્સિજન પર 100 દર્દી, બાઇપેપ પર 182 દર્દી અને વેન્ટિલેટર પાર 23 દર્દીઓ સારવાર હેઠળ છે.

રાજકોટમાં 24 કલાકમાં 57 દર્દીના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 66 દર્દીના મોત થયા હતા. જે પૈકી 23 દર્દીના કોરોનામાં મોત થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. શહેરમાં આજે 621 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 33525 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4075 દર્દી સારવાર હેઠળ છે. જયારે 726 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જરૂર ન હોવા છતા માગ કરતી 14 હોસ્પિટલના ઓક્સિજન સપ્લાયમાંથી વહીવટી તંત્રએ નામ કટ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *