ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 13,050 કેસો,તો 131 લોકોને ભરખી ગયો કોરોના,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 04 લાખ અને 00 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 6 લાખ અને 20 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 13050 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 131 દર્દીના મોત નીપજ્યા છે.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદમાં નવા 4754 કેસ સાથે 23 દર્દીના મોત, સુરતમાં નવા 1574 કેસ સાથે 10 દર્દીના મોત, રાજકોટમાં નવા 726 કેસ સાથે 14 દર્દીના મોત, વડોદરામાં નવા 943 કેસ સાથે 13 દર્દીના મોત, જામનગરમાં નવા 728 કેસ સાથે 14 દર્દીના મોત, ભાવનગરમાં નવા 472 કેસ સાથે 10 દર્દીના મોત, જૂનાગઢમાં નવા 350 કેસ સાથે 7 દર્દીના મોત, ગાંધીનગરમાં નવા 309 કેસ સાથે એકનું મોત, મહેસાણામાં 459, નવસારીમાં 200, ખેડામાં 198 કેસ, સાબરકાંઠામાં 198, મહિસાગરમાં 195, દાહોદમાં 162 કેસ, કચ્છમાં 162, ગીર સોમનાથમાં 149, નર્મદામાં 143 કેસ, આણંદમાં 138, વલસાડમાં 120, પંચમહાલમાં 110 કેસ, અમરેલીમાં 108, ભરૂચમાં 106, મોરબીમાં 104 કેસ, અરવલ્લીમાં 102, બનાસકાંઠામાં 100, છોટાઉદેપુરમાં 90 કેસ, પાટણમાં 84, તાપીમાં 78, સુરેન્દ્રનગરમાં 62 કેસ, દ્વારકામાં 57, પોરબંદરમાં 37, બોટાદમાં 23, ડાંગમાં 9 કેસ નોંધાયા છે.

રાજ્યના કુલ 7779 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 12,121 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 464396 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 148297 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 778 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 148297 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 778 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 147519 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 74.85% એ આવી ગયો છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 921 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 47,633 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 11 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 412 પર પહોંચ્યો છે. આજે વધુ 662 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 38,339 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 8882 એક્ટિવ કેસ પૈકી 589 દર્દી ઓક્સિજન ઉપર અને 372 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 7921 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 47,633 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 6901, પશ્ચિમ ઝોનમાં 8063, ઉત્તર ઝોનમાં 8513, દક્ષિણ ઝોનમાં 8100 વડોદરા ગ્રામ્યમાં 16,020 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 1574 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,22,394 કેસ નોંધાયા છે. સરકારી ચોપડે આજે વધુ 10 મોત નોંધાતા મૃત્યુઆંક વધીને 1821 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવતાં ડિસ્ચાર્જનો આંકડો પણ એક લાખને પાર કરીને 1,02,207 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18,366 પર પહોંચી ગઈ છે.

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં છેલ્લા બે દિવસથી ઘટાડો નોંધાય રહ્યો છે. પણ મોતમાં કાળો કેર વર્તાવ્યો હયો તેમ મોતનો સીલસીલો યથાવત છે. શહેરમાં 24 કલાકમાં 76 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 72 દર્દીના મોત થયા હતા. પરંતુ ડેથ ઓડિટ કમિટીમાં 14 દર્દીના મોત કોવિડમાં થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. આજે બપોર સુધીમાં નવા 171 કેસ નોધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *