ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 12,955 કેસો,તો 133 લોકોને ભરખી ગયો કોરોના,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 06 લાખ અને 65 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 6 લાખ અને 33 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના ના નવા 12,955 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 133 દર્દીના મોત નીપજ્યા છે.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદમાં 4248 કેસ સાથે 23 દર્દીનાં મોત, સુરતમાં નવા 1466 કેસ સાથે 13 દર્દીનાં મોત, વડોદરામાં નવા 1107 કેસ સાથે 13 દર્દીનાં મોત, જામનગરમાં નવા 737 કેસ સાથે 14 દર્દીનાં મોત, રાજકોટમાં નવા 561 કેસ સાથે 16 દર્દીનાં મોત, ભાવનગરમાં નવા 391 કેસ સાથે 8 દર્દીનાં મોત, જૂનાગઢમાં નવા 382 કેસ સાથે 9 દર્દીનાં મોત, ગાંધીનગરમાં નવા 306 કેસ, મહેસાણામાં 525, પંચમહાલમાં 237, નવસારીમાં 216 કેસ, દાહોદમાં 198, સુરેન્દ્રનગરમાં 195, સોમનાથમાં 192 કેસ, મહિસાગરમાં 188, ખેડામાં 180, કચ્છમાં 173 કેસ, આણંદમાં 157, અમરેલીમાં 156, બનાસકાંઠામાં 156 કેસ, પાટણમાં 154, સાબરકાંઠામાં 147, અરવલ્લીમાં 124 કેસ, છોટા ઉદેપુરમાં 118, વલસાડમાં 118, તાપીમાં 113 કેસ, મોરબીમાં 92, ભરૂચમાં 91, નર્મદામાં 87 કેસ, દ્વારકામાં 58, પોરબંદરમાં 44, ડાંગમાં 20, બોટાદમાં 18 કેસ નોઁધાયા છે.

રાજ્યના કુલ 7912 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 12,995 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 477391 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 148124 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 792 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 148124 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 792 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 147332 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 75.37% એ આવી ગયો છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 935 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 48,568 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 12 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 424 પર પહોંચ્યો છે. આજે વધુ 745 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 39,084 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 9060 એક્ટિવ કેસ પૈકી 582 દર્દી ઓક્સિજન ઉપર અને 368 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 8110 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 48,568 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 7021, પશ્ચિમ ઝોનમાં 8176, ઉત્તર ઝોનમાં 8637, દક્ષિણ ઝોનમાં 8214 વડોદરા ગ્રામ્યમાં 16,484 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 122394 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1821 થયો છે. ગત રોજ શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 મળી શહેર જિલ્લામાંથી 2583 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાને માત આપી સાજા થનારા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર કરી 102207 થઈ ગઈ છે.

રાજકોટમાં કોરોના કેસમાં ગઇકાલે ફરી ઉછાળો આવ્યો હતો. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 35693 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 3738 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 498 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 62 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં 62 દર્દીના મોતથઈ આરોગ્ય વિભાગમાં પણ ચિંતાનો માહોલ છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. આજે બપોર સુધીમાં નવા 172 કેસ નોંધાયા છે.આજે સાંજ સુધીમાં 10થી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *