ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 12,525 કેસો,તો 123 લોકોને ભરખી ગયો કોરોના,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 12 લાખ અને 42 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 6 લાખ અને 33 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે આજે 12545 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જેની સામે 13021 લોકોએ કોરોનાને માત આપી છે. આમ ગુજરાતમાં સંક્રમિતો કરતા સાજા થનારની સંખ્યા વધારે છે. તો બીજી તરફ મોતના આંકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આજે 123 લોકો લોકો કોરોનાને કારણે જિંદગીની જંગ હારી ગયા છે.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે આજે અમદાવાદમાં નવા 3957 કેસ નોંધાય છે જ્યારે 17નાં મોત થયા છે, સુરતમાં નવા 1427 કેસ જ્યારે 13નાં મોત, વડોદરામાં નવા 1018 કેસ જ્યારે 13નાં મોત, રાજકોટમાં નવા 695 કેસ જ્યારે 15નાં મોત, જામનગરમાં નવા 729 કેસ જ્યારે 13નાં મોત, ભાવનગરમાં નવા 322 કેસ જ્યારે 9નાં મોત, જૂનાગઢમાં નવા 445 કેસ જ્યારે 8નાં મોત, ગાંધીનગરમાં નવા 302 કેસ જ્યારે 2નાં મોત, મહેસાણામાં 482, મહિસાગરમાં 224, દાહોદમાં 220 કેસ, ગીર સોમનાથમાં 218, પંચમહાલમાં 207, આણંદમાં 205 કેસ, બનાસકાંઠામાં 193, અમરેલીમાં 189, ભરૂચમાં 187 કેસ, કચ્છમાં 187, અરવલ્લીમાં 150, ખેડામાં 144 કેસ,પાટણમાં 139, સાબરકાંઠામાં 121, વલસાડમાં 108 કેસ, તાપીમાં 107, મોરબીમાં 87, નવસારીમાં 87 કેસ, સુરેન્દ્રનગરમાં 85, નર્મદામાં 71, બોટાદમાં 64 કેસ, છોટા ઉદેપુરમાં 60 અને પોરબંદરમાં 58 કેસ દેવભૂમિ દ્વારકામાં 49 અને ડાંગમાં 8 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 13021 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786  લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે. 

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ રેકોર્ડબ્રેક 947 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 49,515 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 11 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 435 પર પહોંચ્યો છે. આજે વધુ 806 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 39,890 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 9190 એક્ટિવ કેસ પૈકી 587 દર્દી ઓક્સિજન ઉપર અને 366 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 8237 દર્દીની હાલત સ્થિર છે. વડોદરામાં આંકડાશાસ્ત્રી દીનાર ગુપ્તેનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 49,515 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 7130, પશ્ચિમ ઝોનમાં 8308, ઉત્તર ઝોનમાં 8754, દક્ષિણ ઝોનમાં 8344 વડોદરા ગ્રામ્યમાં 16,943 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવનો આંકડો વધીને 1,23,860 પર પહોંચી ગયો છે. સરકારી ચોપડે વધુ કોરોનાથી મૃત્યુઆંક વધીને 1833 પર પહોંચી ગયો છે. ડિસ્ચાર્જની કુલ સંખ્યા વધીને 1,04,592 પર પહોંચી ગઈ છે. હાલ શહેરમાં અને જિલ્લામાં મળીને કુલ એક્ટિવ કેસની સંખ્યા 17,435 પર પહોંચી ગઈ છે.

રાજકોટમાં 24 કલાકમાં 62 દર્દીના મોત નીપજ્યા છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે. કોરોનાથી મોત થયા છે કે નહીં તે અંગે ડેથ ઓડિટ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. ગઇકાલે પણ 62 દર્દીના મોતમાંથી 11 દર્દીના મોત કોરોનાથી થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. આજે બપોર સુધીમાં નવા 170 કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *