રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 65 કેસો,જાણો ક્યાં નોંધાયા કેસો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 06 લાખ 70 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 21 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થયુ નથી. આજે કોરોનાનાં નવા 65 પોઝિટિવ કેસ નોંધાયા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 289 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનને બાદ કરતા તમામ જિલ્લા અને શહેરોમાં સિંગલ ડિજિટમાં કેસ આવ્યા છે. 16 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,આજે અમદાવાદ કોર્પોરેશન 13, અમરેલી 2, આણંદ 4, બનાસકાંઠા 1, ભરૂચ 4, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જામનગર કોર્પોરેશન 1, જુનાગઢ 1, જુનાગઢ કોર્પોરેશન 1, ખેડા 1, મહેસાણા 1, નર્મદા 1, નવસારી 2, પંચમહાલ 1, પોરબંદર 1, રાજકોટ કોર્પોરેશન 7, સુરત 1, સુરત કોર્પોરેશન 10, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 3, વલસાડ 2 કેસ નોંધાયા છે.

રાજ્યના કુલ 10,072 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 289 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,11,988 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 1969 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 10 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1969 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 10 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 1959 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.54% એ આવી ગયો છે.

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143315 પર પહોચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2112 થયો છે. ગત રોજ શહેરમાંથી 12 અને જિલ્લામાંથી 07 દર્દીઓ મળી 19 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141091 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 71,757 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 13 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71,070 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 64 એક્ટિવ કેસ પૈકી 6 દર્દી ઓક્સિજન ઉપર અને 4 દર્દી વેન્ટિલેટર પર છે.

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. આજે બપોર સુધીમાં 1 એક કેસ નોંધાયો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42749 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 42195 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રિકવરી રેઇટ 98.70 ટકા અને પોઝિટિવિટી રેઇટ 3.54 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં શહેરમાં 1208191 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *