ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 695 કેસો,તો 11 લોકોને ભરખી ગયો કોરોના,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 90 લાખ અને 42 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 14 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 695 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 11 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 2122 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

Loading...

તો આજે રાજ્યમાં નવા નોંધાયેલા કોરોના ના કેસોની વિગત જોઈએ તો,

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9955 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 2122 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 7,93,028 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 14724 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 351 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 14724 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 351 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 14373 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 96.98% એ આવી ગયો છે.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 109 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,130 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે નવા 3 મોત સાથે મૃત્યુઆંક 2092 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 102 અને જિલ્લામાંથી 63 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી કુલ ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,37,574 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2464 એક્ટિવ કેસ છે.

સુરત શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. ગત રોજ શહેરમાં 76 અને જિલ્લામાં 39 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 115 કેસ પોઝિટિવ નોંધાયા હતા. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2464 થઈ ગઈ છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 152 કેસ નોધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 70,843 ઉપર પહોંચી ગયો છે. આજે વધુ 1 દર્દીના મોત કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 619 પર પહોંચ્યો છે. આજે વધુ 688 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 66,496 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 4265 એક્ટિવ કેસ પૈકી 123 દર્દી ઓક્સિજન ઉપર અને 83 દર્દી વેન્ટિલેટર પર છે.

રાજકોટમાં કોરોનાની ગતિ મંદ પડી છે. કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42383 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 650 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 14 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરાયા હતા. આજથી પોલીસ શાકભાજી, લારી અને ગલ્લાધારક સુપરસ્પ્રેડરને શોધી વેક્સિન અપાવશે.રાજકોટમાં 24 કલાકમાં 2 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમીટી દ્વારા લેવામાં આવશે. આજે બપોર સુધીમાં 11 કેસ નોંધાયા છે.આજે રાજકોટ શહેરમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 3833 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1142 સહિત કુલ 4975 નાગરિકોએ રસી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *