ગુજરાત

રાજ્યમાં આજે નોંધાયા કોરોના ના નવા 644 કેસો,તો 10 લોકોને ભરખી ગયો કોરોના,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 91 લાખ અને 49 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 14 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 644 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 10 દર્દીના મોત નીપજ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 1675 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જોકે બીજી કોરોનાની બીજી લહેરમાં પ્રથમવાર અમદાવાદમાં 100થી પણ ઓછા કેસ નોંધાયા છે. અમદાવાદમાં આજે 3 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.

Loading...

રાજ્યના કુલ 9965 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 1675 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 7,94,703 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 13683 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 346 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 13683 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 346 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 13337 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 97.11% એ આવી ગયો છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 121 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 70,964 ઉપર પહોંચી ગયો છે. આદે વધુ એક દર્દીના મોત સાથે કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 620 પર પહોંચ્યો છે. આજે વધુ 582 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 67,078 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 3266 એક્ટિવ કેસ પૈકી 102 દર્દી ઓક્સિજન ઉપર અને 71 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 70,964 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9606, પશ્ચિમ ઝોનમાં 11,666, ઉત્તર ઝોનમાં 11,702, દક્ષિણ ઝોનમાં 11,638 વડોદરા ગ્રામ્યમાં 26,382 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવનો આંકડો વધીને 1,42,130 પર પહોંચ્યો છે. સરકારી ચોપડે મૃત્યુઆંક 2092 પર પહોંચ્યો છે. શહેરમાંથી અને જિલ્લામાંથી કુલ ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,37,574 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2464 એક્ટિવ કેસ છે.

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે. કુલ કેસની સંખ્યા 42404 પર પહોંચી છે. ગઇકાલે 17 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચા4જ આપવામાં આવ્યો હતો. હાલ રસીકરણ પુરી માત્રામાં ન થતા હવે જે આરોગ્ય કેન્દ્રમાં સ્લોટ ખાલી હશે ત્યાં જશો તો આરોગ્ય કર્મી રજીસ્ટ્રેશન કરી આપશે અને સ્લોટ બુક કરવાની મદદ કરી ત્યારે જ તમને રસી આપી દેશે. રાજકોટમાં 24 કલાકમાં 2 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.શહેરમાં બપોર સુધીમાં 9 કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *