રાજ્યમાં અમદાવાદ ની હાલત ગંભીર, રાજ્યમાં આંકડો પહોંચ્યો 4 હજાર ને પાર, છેલ્લા 24 કલાકમાં 308 નવા કેસ…

કોરોના વાયરસે આખા વિશ્વમાં કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોના ના કેસો સતત વધી રહ્યા છે. ત્યારેગુજરાતના કોરોના અટકવાનુ નામ નથી લેતો. આરોગ્ય સચિવ જયંતી રવિએ આપેલી માહિતી મુજબ, આજે ગુજરાતમાં નવા 308 કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ 234 કેસ સાથે અમદાવાદ ટોપ પર છે, તો એક દિવસમાં કુલ 16 લોકોના મોત નિપજ્યા છે. આમ, ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4082 પર પહોંચી ગયો છે અને કુલ 197 લોકોના મોત ગુજરાતમાં અત્યાર સુધી થયા છે. નવા 15 કેસ, સુરતમાં 31, ગાંધીનગરમાં 2, રાજકોટમાં 3, ભાવનગરમાં 2 અને પંચમહાલ એક કેસ નોંધાયો છે.

Loading...

આરોગ્ય સચિવે જણાવ્યું કે, હવે પોરબંદર, જામનગર અને મોરબી આ ત્રણ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ અત્યારે સારવાર હેઠળ નથી. તો અમરેલી, દ્વારકા અને જૂનાગઢમાં અત્યાર સુધી એક પણ પોઝિટિવ કેસ હજુ સુધી નોંધાયો નથી.આમકુલ દર્દી 4082 અને મૃત્યુઆંક 197એ પહોંચ્યો છે. તેમજ 527 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ ગુજરાતમાં એક જ દિવસમાં બીજીવાર કોરોનાના 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા 19 એપ્રિલે 367 કેસ નોંધાયા હતા.

પોરબંદર, મોરબી, જામનગર એક્ટિવ કેસોમાંથી મુક્ત થયા છએ. આવી આશા અને ધીરજ રાખીએ તો સફળતા મળી શકે છે. આમ, આ જિલ્લાઓ સલામત છે, અને તેને સલામત રાખવાના પ્રયાસો ચાલુ જ છે. બીજા અમરેલી, દ્વારકા અને જુનાગઢમાં અત્યાર સુધી એકપણ કેસ નોંધાયા નથી. આ આંકડાને હવે ટકાવી રાખવાના છે. પોરબંદરમાં હવે એકપણ એક્ટિવ કેસ નથી તેના માટે સ્થાનિક તંત્ર અહીં ટેસ્ટીંગ માટે પ્રયાસો કરી રહ્યું છે. પોરબંદરમાં સફળતા એ છે કે, 14 ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનોએ નક્કી કર્યું છે કે વસ્તીને સ્વૈચ્છિક રીતે આર્યુવેદિક દવા આપવાની ઝુંબેશ ઉપાડી છે.

રાજકોટમાં કોરોના વાઇરસથી રાજકોટમાં પ્રથમ મોત થયું છે.60 વર્ષની મહિલાએ સારવાર દરમિયાનદમ તોડ્યો છે.જંગલેશ્વરમાં શેરી નં.25માં રહેતા મોમીનબેન ઝીકરભાઇનું મોત નીપજ્યું છે. તેઓ કોરોનાની સાથે બ્લડ પ્રેશરના પણ દર્દી હતા. 21 એપ્રિલના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા. પરંતુ આજે બપોરે 2 વાગ્યે તબિયત લથડતા વેન્ટિલેટર પર લીધા હતા. પરંતુ દોઢ કલાકમાં જ દમ તોડી દીધો હતો.

લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપીડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું છે. રાજ્યમાં 8900 જેટલા ટેસ્ટિંગ કર્યા બાદ રેપીડ ટેસ્ટ કીટનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. ચીનથી મંગાવવામાં આવેલી કીટથી મોટાભાગના દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવતા હતા. અનિર્ણાયક પરિણામો મળતા હોવાથી કેન્દ્ર સરકારે આ ટેસ્ટિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છેકે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેપીડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યા છે અને એ જિલ્લાઓને કોરોના ફ્રી જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વિધામાં મુકાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *