વરસાદ

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવના,ઘણી જગ્યાએ વરસાદ પડશે,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 26 લાખ 62 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 24 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે રાજ્યમાં મેઘરાજાએ વિરામ લઈ લીધો છે.ત્યારે હવે ગુજરાતમાં હવામાન બદલવાની સાથે વરસાદ થવાની શક્યતા છે.

Loading...

મળતી માહિતી મુજબ,ગુજરાતમાં વરસાદ ખેંચાતાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોની કફોડી હાલત થઈ છે. સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે તૈયારીઓ કરી છે. બીજી તરફ વરસાદ ખેંચાતાં અમદાવાદ સહિતનાં શહેરોમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતાંની સાથે જ ઓગસ્ટના અંતમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને અંતમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

સ્કાઇમેટ દ્વારા ગુજરાતમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટના અંતથી લઈને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે.

વરસાદ ખેંચાતાં પહેલી સપ્ટેમ્બરથી રાજ્યમાં અનાવૃષ્ટિ જાહેર કરવા મામલે નિર્ણય લઈ શકાય છે. રાજ્યમાં વરસાદની ઘટને જોતાં રાજ્ય સરકારે જિલ્લાસ્તરે સર્વેની આપી સૂચના આપી છે. મુખ્યમંત્રીએ ત્રણ મંત્રી આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કુંવરજી બાવળિયાને આ સ્થિતિનું નિરીક્ષણ કરવા સૂચના આપી છે. તો બીજી તરફ, રાજ્યમાં હજુ પણ સારા વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગના મતે રાજ્યમાં હાલ સારો વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. જો ગુજરાતમાં દુષ્કાળ જાહેર થાય તો અર્થતંત્ર પર મોટી અસર પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *