હવામાન વિભાગે કરી આગાહી,ગુજરાતના આ વિસ્તારમાં પડશે ગાજવીજ સાથે વરસાદ,જુઓ
સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 30 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.ત્યારે હવે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદના એંધાણ શરૂ થઈ ગયા છે.ત્યારે આજે સતત ચોથા દિવસે અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.સતત 4 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે.ત્યારે હવે જૂનાગઢ તેમજ ગીર-સોમનાથ જીલ્લામાં પણ વરસાદે શાનદાર એન્ટ્રી કરી લીધી છે.હવે રાજકોટ જીલ્લામાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે.
ત્યારે હવે ગુજરાતમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે.હવામાન વિભાગે હજુ આગામી પાંચ દિવસોમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
બીજી તરફ આજે સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.હવામાન વિભાગ મુજબ આગાહી પાંચ દિવસોમાં મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર જુનાગઢ તથા અમરેલીમાં, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ત્યારે આજે બપોરે બાદ અચાનક રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે.રાજકોટમાં સાંજના 5 વાગ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં જસદણ પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જસદણના શિવરાજપુર ગામમાં પણ વરસાદી ઝાપટુ વરસી ગયું હતું.
આજે સતત ચોથા દિવસે અમરેલી તેમજ આજુબાજુના વિસાતરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે આજે અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘમહેર થઈ હતી. ત્યારે આજે સાવરકુંડલા તાલુકાનાં અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના વીજપડી ગામમાં ધોધમાર વરસાદ વરસતાં રોડ- રસ્તા તેમજ શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતાં.સાવરકુંડલા તાલુકામાં આજે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના વીજપડી ગામમાં આજે અડધો ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો, જેને કારણે રોડ-રસ્તા તેમજ શેરીઓમાં પાણી પાણી જોવા મળ્યું હતું.