વરસાદ

હવામાન વિભાગે કરી આગાહી,પાંચ દિવસ રાજ્યમાં આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 10 લાખ 64 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 22 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં હવે ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી છે.ત્યારે હવે રાજ્યમાં વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે.રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ ધમાકેદાર અંદાજમાં શરૂ થઈ ગઈ છે. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ વરસ્યા બાદ વિરામ લીધો હતો.

Loading...

ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા 21મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી જાહેર કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે દિવસ દરમિયાન વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, નવસારી, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારે જ્યારે રાજ્યમાં અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, તેમજ સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.21મી જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરાવલી, મહિસાગર અને મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, દાહોદ તથા ખેડામાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, તાપી તથા ભરૂચ અને સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, મોરબી, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, અમરેલી તથા સુરેન્દ્રનગર જિલ્લાઓના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ગણદેવીમાં સૌથી વધુ 4.64 ઈંચ વરસાદ પડ્યો છે.

વલસાડ જિલ્લાના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યાના 6 કલાકમાં વલસાડના ઉમરગામમાં 9.13 ઈંચ, વાપીમાં 8.89 ઈંચ અને વલસાડમાં 5.82 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દમણમાં છેલ્લા 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *