વરસાદ

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આટલા દિવસ ની વરસાદની આગાહી,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 90 લાખ અને 42 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 14 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.

Loading...

ગઇકાલ બાદ આજે પણ મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યનું ચેરાપૂંજી એવા કપરાડા વિસ્તારમાં મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રીની દસ્તક આપી છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી. આ સાથે જ હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 5 દિવસ સુધી વરસાદની આગાહી આપી છે.જે મુજબ 9મી જૂનથી 13મી જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે.

જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત તથા ભરુચમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.12 અને 13 જૂનના રોજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદમાં પણ વરસાદની આગાહી જાહેર કરાઈ છે.

જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ભાગો તથા ઉત્તર ગુજરાતમાં આ દરમિયાન હવામાન સામાન્ય રહેશે. બીજી બાજુ વરસાદના આગમનને પગલે અમદાવાદના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. જેમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.બુધવારે સવારે પણ આકાશ વાદળોથી ઘેરાયું હતું. વરસાદની શરૂઆત થઇ હતી. ગઈકાલે પણ જિલ્લાના વાપી-વલસાડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, સાથે દાદરા-નગરહવેલીમાં પણ સવારે ભારે વરસાદ પડ્યો હતો. મોડી રાતથી જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. કપરાડા સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

ઉલ્લેખનીય છે કે,દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું બુધવારે મુંબઈમાં આગમન થયું હતું. ભારે વરસાદની આશંકાને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લા માટે 9થી 10 જૂન સુધી વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારે પણ આ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. IMD મુંબઈએ કહ્યું છે કે સેટેલાઈટ ઓબ્ઝર્વેશન પ્રમાણે મુંબઈ શહેર અને ઉપનગરોમાં આગામી 3-4 કલાક દરમિયાન 2-3 સે.મી. પ્રતિ કલાક પ્રમાણે વરસાદ થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *