ગુજ્જુ અક્ષર પટેલે ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો આવો રેકોર્ડ,128 વર્ષમાં કોઈ બોલર બનાવી શક્યો ન હતો,જુઓ

બાપુ તરીકે જાણીતા ભારતીય સ્પિનર ​​અક્ષર પટેલે કાનપુરમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પોતાની શાનદાર બોલિંગથી ઈતિહાસ રચ્યો હતો. અક્ષરે 34 ઓવરમાં 62 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જેના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજા દિવસે પ્રથમ દાવમાં 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પ્રથમ દાવમાં 345 રન બનાવ્યા હતા અને હવે યજમાન ટીમ પાસે 49 રનની લીડ છે. અક્ષરે આ દરમિયાન ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા, ચાલો જાણીએ.

Loading...

ચોથી ટેસ્ટ રમી રહેલા અક્ષરે પાંચમી વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે. 128 વર્ષ પછી એવું બન્યું છે જ્યારે કોઈ ખેલાડીએ તેની પ્રથમ ચાર ટેસ્ટ મેચની દરેક મેચમાં એક ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી હોય.

આ પહેલા ટેસ્ટ ઈતિહાસમાં માત્ર 2 બોલરોએ આ કારનામું કર્યું હતું. 1887માં ઓસ્ટ્રેલિયાના ચાર્લી ટર્નરે અને 1893માં ઈંગ્લેન્ડના ટોમ રિચાર્ડસને તેમની કારકિર્દીની પ્રથમ ચાર ટેસ્ટમાંથી દરેકમાં એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી.

ટૂંકી ઇનિંગ્સમાં, ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાની બાબતમાં અક્ષર સંયુક્ત નંબર બે પર પહોંચી ગયો છે. અક્ષરે માત્ર 7 ઇનિંગ્સમાં આ કારનામું કરીને ચાર્લી ટર્નર અને ટોમ રિચર્ડસનની બરાબરી કરી લીધી છે.

આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના રોડની હોગ પ્રથમ નંબરે છે. હોગે માત્ર છ ઇનિંગ્સમાં પાંચ વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અક્ષર એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાની બાબતમાં સંયુક્ત રીતે નંબર વન પર પહોંચી ગયો છે. તેના સિવાય ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમિસને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં પાંચ વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *