માર્ટિન ગુપ્ટિલે કોહલીનો વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કર્યો,T-20 માં વધુ રન બનાવનાર ખેલાડી બન્યો,જુઓ

ન્યુઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે ભારત સામેની બીજી T20 ઈન્ટરનેશનલમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. ગુપ્ટિલે 15 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. આ સાથે ગુપ્ટિલે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ મૂકીને T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

Loading...

રાંચીમાં બીજી ટી20ની પહેલી જ ઓવરમાં ગુપ્ટિલે 14 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો. ભુવનેશ્વર કુમારની આ ઓવરમાં તેણે ત્રણ ચોગ્ગા ફટકાર્યા અને બે રન બનાવ્યા.

કોહલીએ T20 ઈન્ટરનેશનલમાં 87 ઈનિંગ્સમાં 3227 રન બનાવ્યા છે. તે જ સમયે, ગુપ્ટિલ પાસે હવે 107 ઇનિંગ્સમાં 3248 T20 આંતરરાષ્ટ્રીય રન છે. જણાવી દઈએ કે કોહલી ન્યુઝીલેન્ડ સામેની આ સીરીઝનો ભાગ નથી, તેને આરામ આપવામાં આવ્યો છે.

જોકે આ મેચમાં ગુપ્ટિલ પોતાની શરૂઆતને મોટી ઇનિંગમાં બદલી શક્યો ન હતો અને દીપક ચહરનો શિ-કાર બન્યો હતો. તેણે જયપુરમાં પ્રથમ T20માં 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ ગુપ્ટિલના નામે છે. તેણે આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 161 સિક્સર ફટકારી છે. આ યાદીમાં બીજા નંબર પર ભારતીય બેટ્સમેન રોહિત શર્મા છે, તેના નામે 142 છગ્ગા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *