ગુજરાત

યુવકે પહેલાં યુવતી સાથે મિત્રતા કરી પછી કર્યું દુષ્કર્મ..,વીડિયો રેકોર્ડ કરી પછી મિત્ર સાથે પણ…,નોંધાઇ ફરિયાદ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 33 લાખ 60 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.આવી જ એક ઘટના હળવદમાં સામે આવી છે.

Loading...

હળવદમાં રહેતી યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ બે મિત્રોએ દુષ્કર્મ કર્યું છે. દુષ્કર્મ બાદ અંગત પળોના ફોટો અને વીડિયો શૂટિંગ ઉતારી લઈ બન્ને યુવકોએ સતત એક વર્ષ સુધી યુવતીનુ શોષણ કરતાં અંતે આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

હળવદમાં દુષ્કર્મની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, હળવદમાં જ રહેતી એક યુવતીને બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા પાડોશી શખ્સે મિત્રતા બાંધવાનો ડહોળ રચી ફસાવી હતી અને બાદમાં તેના મિત્રએ પણ યુવતીના દેહને અભળાવી નાખતા આ મામલે યુવતીએ તેના માતા-પિતાને જાણ કરી હતી. છેલ્લા એક અઠવાડિયાથી ઢાંક પીછોડા કરવા આરોપી પક્ષ દ્વારા થતા ધમપછાડા બાદ અંતે આજે રાજ્યપાલના આગમનની પૂર્વ સંધ્યાએ હળવદ પોલીસ મથકમાં કલમો હેઠળ સામુહિક દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધાઈ છે.

યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ હળવદના ખારી વાડી વિસ્તારમાં રહેતા જયેશ ચંદુભાઈ કણઝારીયા અને ગોરી દરવાજા, સરા રોડ ઉપર રહેતા મેહુલ સવજીભાઈ હડિયલ નામના બે શખ્સોએ પહેલા યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ ભોગ બનનાર યુવતીના ફોટા અને વીડિયો શૂટિંગ ઉતારી દર્શન હોટલ પાછળ આવેલી સોસાયટીના મકાનમાં લઈ જઈ બન્ને શખ્સો દુષ્કર્મ ગુજારતા હતા.

વધુમા દુષ્કર્મ ગુજારનાર એક આરોપી પરણિત હોવાનું પણ બહાર આવ્યું છે, ત્યારે બન્ને મિત્રોએ સાથે મળી ડિસેમ્બર 2020થી લઈ તા.15 સપ્ટેમ્બર 2021 સુધી અવાર-નવાર યુવતીને ફોટા અને વીડિયો વાઇરલ કરવાની વાત કહીને સાથે સાથે સગીરાના ભાઈને લઈ જવાની વાત કહી હવસ સંતોષતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

હાલ હળવદ પોલીસે આ સામુહિક દુષ્કર્મ કેસમાં આરોપી જયેશ અને મેહુલ વિરુદ્ધ આઈપીસી કલમ 376(2)(એન), 376(3), 376 (ડી)(એ), 506(1), 114 તથા પોકસો અધિનિયમની કલમ 3(એ), 4, 5 (એલ)5(જી), 6 અને 17 મુજબ કલમો હેઠળ ગુન્હો નોંધી બન્નેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *