ભુવનેશ્વર કુમારની ઘરે ખુશીનો માહોલ,પત્ની નૂપુરે દીકરીને જન્મ આપ્યો,જુઓ

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પિતા બની ગયા છે. ભુવનેશ્વરની પત્ની નુપુરે બુધવારે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. આ માહિતી આપતાં મેરઠ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (MDCA)ના ખજાનચી રાકેશ ગોયલે જણાવ્યું કે, બુધવારે ભુવનેશ્વર કુમારની પત્નીએ પુત્રીને જન્મ આપ્યો છે. હાલ બંને સંપૂર્ણ સ્વસ્થ છે. ભુવનેશ્વર ગુરુવારે મેરઠ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચે તેવી શક્યતા છે.

Loading...

ગોયલના જણાવ્યા અનુસાર, નૂપુરને મંગળવારે દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ક્રિકેટરની લગ્નની વર્ષગાંઠના બીજા દિવસે તેના ઘરે એક બાળકીનો જન્મ થયો હતો. ભુવનેશ્વરે તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં ભાગ લીધો હતો. તેણે શ્રેણીની તમામ મેચ રમી અને ત્રણ વિકેટ ઝડપી. ભુવનેશ્વર અને નુપુર બંને બાળપણથી મિત્રો હતા અને બંનેએ 23 નવેમ્બર 2012ના રોજ લગ્ન કર્યા હતા.

ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહનું આ વર્ષે 20 મેના રોજ નિધન થયું હતું. તેમના પિતા ઘણા સમયથી લીવર સંબંધિત સમસ્યાથી પીડાતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *