હાર્દિક C R પાટીના હાથે ખેસ પહેરીને થયો ભાજપમાં સામેલ,નીતિન પટેલે પહેરાવી ટોપી,જુઓ
સમગ્ર વિશ્વમા કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 30 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.
ગુજરાતના રાજકારણમાં પણ ખળભળાટ જોવા મળે છે.ત્યારે આજે હાર્દિક પટેલ વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કરશે.હાર્દિક પટેલ આજે ભવ્ય રોડ શો કરીને કમલમ પહોંચ્યા હતા. જ્યાં કમલમમાં કેસરિયા કર્યા હતા.
ત્યારે હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ અપાવવા માટે ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે 12.39ના વિજય મુહૂર્તમાં ભાજપનો કેસરિયો ખેસ સી આર પાટીમાં હાથે પહેરી લીધો છે.તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ હાર્દિક પટેલને ભાજપ ની ટોપી પહેરાવીને ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કરાવ્યો હતા. તેમણે સવારે એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો.
બીજેપીમાં સામેલ થતાંની સાથે જ હાર્દિકે સમાજ હિત, દેશ હિતમાં મોદીજીની સાથે નાનો સિપાહી બનીને કામ કરવાની વાત કહી હતી. હાર્દિકે કહ્યું કે પીએમ મોદી વિશ્વ ગૌરવ છે, પાટીદાર નેતાએ કહ્યું કે, રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત તથા સમાજહિતના આ ભગીરથ કાર્યમાં આગળ વધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રાષ્ટ્ર સેવાનુ કામ ચાલી રહ્યું છે, તેમાં નાનો સિપાહી બનીને કામ કરવા માટે નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યો છું.
17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા શ્રી @HardikPatel_ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. pic.twitter.com/TLTJpBhwhr
— BJP Gujarat (@BJP4Gujarat) June 2, 2022