Hardik Patel ગુજરાત

ગુજરાત કૉંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોરોના પોઝિટિવ,ટ્વીટ કરીને કહ્યું કે..,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 1 કરોડ અને 91 લાખ ને 77 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 5 લાખ 81 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે આજે ગુજરાત કૉંગ્રેસ ના કાર્યકરી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ કોરોના સંક્રમિત થઈ ગયા છે. હાર્દિક પટેલે પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. હાલમાં તે ડોક્ટરની સલાહ પર હોમ આઈસોલેટ થયા છે. હાલમાં ઘરમાં જ તેની સારવાર ચાલી રહી છે.

Loading...

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. ડોક્ટરની સલાહ અનુસાર ઘરમાં જ મારી સારવાર થઈ રહી છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી હું જલ્દી જ સાજો થઈ જઈશ.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ કોંગ્રેસનેતા હાર્દિક પટેલે પણ સોશિયલ મીડિયા દ્વારા મુખ્યમંત્રીને કોરોના મહામારીમાં કોંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી હતી. હાર્દિક પટેલે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો.

વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે તો અમને પણ કામ બતાઓ, જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશું. લોકો ખૂબ જ તકલીફમાં છે, અભિમાન છોડો અને જનતાનું વિચારો.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 44,937 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 384 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 36,409 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 8144 એક્ટિવ કેસ પૈકી 542 દર્દી ઓક્સિજન ઉપર અને 352 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 7250 દર્દીની હાલત સ્થિર છે.

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 117281 પર પહોંચી ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1785 થયો છે. ગત રોજ શહેરમાંથી 2119 અને જિલ્લામાંથી 475 દર્દીઓ મળી 2594 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 94079 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *