ગુજરાત

કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે લખ્યો CM વિજય રૂપાણી ને પત્ર,કરી આ માંગ,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 90 લાખ અને 42 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 14 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાત માં કોરોના ધીમો પડતા હવે રાજકારણ માં ખળભળાટ જોવા મળી રહ્યો છે.તેની વચ્ચે હાર્દિક પટેલ આજે ફરી એકવાર મુખ્યમંત્રી રૂપાણી ને પત્ર લખીને એક માંગ કરી છે.

Loading...

ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં ગુજરાતમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાના પગલે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. વાવાઝોડાથી રાજ્યમાં વીજ થાંભલા, મકાનો, રસ્તાઓને નુકસાન સાથે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે એક હિન્દુ પુત્ર તરીકે તાઉ-તે વાવાઝોડાથી ક્ષતિગ્રસ્ત થયેલા મંદિરોના પુનઃનિર્માણ માટે ધારાસભ્યોને અલગથી તાત્કાલિક ગ્રાન્ટ ફાળવવાની માગણી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

ગુજરાત કૉંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પોતાના પત્રમાં કહ્યું છે કે, થોડા સમય પહેલા આવેલા ભયાનક વાવાઝોડાએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં વિનાશ સર્જ્યો હતો. તાઉ-તે વાવાઝોડાથી મુખ્યત્વે ઉના, ધારી, અમરેલી, જૂનાગઢ, રાજુલા, ખાંભા અને જાફરાબાદ જેવા વિસ્તારોમાં નુકસાન થયું અને ઘણા પરિવારોએ ઘણું બધું ગુમાવ્યું છે. ઉપરાંત વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં મંદિરોને પણ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે.

વધુમાં કહ્યું કે, સ્થાનિક મીડિયામાં આવેલી અનેક ખબરો પ્રમાણે અનેક નાના મંદિરો ધરાશાયી થયા છે અને મોટા મંદિરોમાં પણ સ્લેબ-પિલરને નુકસાન થયું છે. વાવાઝોડામાં કુલ મળીને 235થી વધુ મંદિરોને નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં મારી ગુજરાત સરકારને વિનંતી છે કે જે તે વિસ્તારમાં ધારાસભ્યોને મંદિરના નિર્માણ માટે તાત્કાલિક સર્વે કરાવીને ગ્રાન્ટ ફાળવવામાં આવે, જે તે વિસ્તારમાં લોકોની આસ્થા અને ધર્મ પ્રત્યેની આશા ધરાવતા મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવે. મુખ્યમંત્રીને મારી નમ્ર વિનંતી સાથે ભારત દેશના એક હિન્દુ પુત્ર તરીકે મારી લાગણી અને માંગણી છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસને બેઠી કરવા માટે હાઈકમાન્ડ આજે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરે એવી શક્યતા છે. હાલ કોંગ્રેસમાંથી પ્રદેશ પ્રમુખપદ માટે ભરતસિંહ, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાનાં નામો ચર્ચામાં છે, જેમાં પોરબંદરના વતની અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક બાબતે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા હાર્દિક પટેલને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *