ગુજરાત

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક ને હાઈકમાન્ડ નું તેંડુ,હાર્દિક પટેલ પહોંચ્યા દિલ્હી,જાણો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 90 લાખ અને 42 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 14 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાત માં કોરોના ધીમો પડતા હવે રાજકારણ માં ખળભળાટ જોવા મળી રહ્યો છે.ત્યાતે કોંગ્રેસને બેઠી કરવા માટે હાઈકમાન્ડ આજે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરે એવી શક્યતા છે. હાલ કોંગ્રેસમાંથી પ્રદેશ પ્રમુખપદ માટે ભરતસિંહ, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાનાં નામો ચર્ચામાં છે, જેમાં પોરબંદરના વતની અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક બાબતે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા હાર્દિક પટેલને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

Loading...

હાર્દિક પટેલ દિલ્હી પહોંચ્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે હાઇકમાન્ડ સમક્ષ પોતાના વિચારો રજૂ કરી શકે છે. સાથે જ રાજ્યમાં આગામી 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે રણનીતિને લઈને સિનિયર નેતાઓ સાથે પણ ચર્ચા કરશે. હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ તરીકે યથાવત રહે તેવી પ્રબળ સંભાવના છે. બીજી તરફ હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે.

ઘણા લાંબા સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને લઈને કોંગ્રેસ હાઇકમાન્ડમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ રાજીનામા આપી દીધા હતા. પરંતુ હજુ સુધી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. બીજીતરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે નવા ચહેરાઓ મૂકવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

આ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી ટૂંક સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખના નામની જાહેરાત થવાની છે, જેમાં અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. અર્જુન મોઢવાડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સિનિયર આગેવાન છે અને અગાઉ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે.

8-10 વર્ષથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો અને આગેવાનો ભાજપમાં ભળી રહ્યા છે, ત્યારે 1995 બાદ ગુજરાતમાં નબળી કોંગ્રેસ માટે જવાબદાર નેતાઓની યાદી ઘણી લાંબી છે. લગભગ અઢી દાયકા દરમિયાન કોંગ્રેસના 7 નેતા વિપક્ષ અને 9 પ્રદેશ પ્રમુખ બદલાયા હોવા છતાં કોંગ્રેસને ગુજરાતમાં સત્તા મળી શકી નથી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અગામી વર્ષે વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સક્રિય બન્યા છે. ગુજરાત કોગ્રેસના પ્રમુખ તથા વિધાનસભાના વિરોધપક્ષના નેતાના પદ માટે લોબીગ શરૂ કર્યુ છે. દિલ્હી દરબારમાં આ અંગે મંથન ચાલુ થયુ છે. ત્યાં ભરતસિંહે દિલ્હીની વાટ પકડતાં રાજકારણ ગરમાયુ છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં કારમી હારની જવાબદારી સ્વીકારી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિરોધપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામુ આપ્યુ હતું. ગુજરાત કોંગ્રેસના પ્રભારા રાજીવ સાતવ કોરોનામાં સપડાયા અને તેમનુ અવસાન થયુ હતું. રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓને આડે હવે માત્ર દોઢ વર્ષનો સમયગાળો બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના મુખ્ય ત્રણેય પદ ખાલી છે. જેના માટે લોબીગંની શરૂઆત થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *