ગુજરાત

હાર્દિક પટેલ જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસ નો ઉમેદવાર જ નથી!,જાણો પછી હાર્દિક એ શું કહ્યું..,જુઓ

આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. વહેલી સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્યમ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે.ત્યારે કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલ પણ મતદાન કરવા વિરમગામ આઇટીઆઈ ખાતે પહોંચ્યા હતા.

Loading...

કોંગ્રેસના દિગ્ગજ નેતા હાર્દિક પટેલ પોતાની જ પાર્ટીને વોટ આપી શક્યા નથી. હાર્દિક પટેલ પોતાના પક્ષથી નારાજ છે તે વાત તો સામાન્ય છે, પરંતુ તેઓ પોતાના પક્ષના ઉમેદવારને વોટ આપી શક્યા નથી. જોકે, તેનુ કારણ સાવ અલગ છે. કારણ કે, હાર્દિક પટેલે પોતાના હોમટાઉન વિરમગામ માં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ છે. અહીં કોંગ્રેસને વોર્ડ નંબર 2 માં કોઈ ઉમેદવાર ન મળ્યા.

ત્યારે હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, સૌ લોકો પોતાના મતનો ઉપયોગ કરે. દિવસેને દિવસે મતદાન ઘટી રહ્યું છે. તેથી લોકો જાગૃતિ લાવે. સમયસર વોટ આપીને ગુજરાતીઓની વિનંતી છે કે, તેઓ લોકશાહીને મજબૂત કરે. વિરમગામાં સ્વભાવિક રીતે અપક્ષ ઉમેદવાર લડતા હોય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

વધુમાં જણાવ્યું કે,જે પણ ઉમેદવાર છે, તે કોંગ્રેસ પ્રેરિત છે. કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ વિરમગામ માટે લડશે. વિરમગામ માત્ર ગામ નથી, પણ ઐતિહાસિક સ્થળ છે. અહી અનેક એવા સ્થળો આવે છે. તમામ મુદ્દાઓને લઈને સારુ કામ કરીશું. ભાજપ કરતા સારું કામ કરીને જનતાને ગમે તેવા ઉમેદવારો પસંદ કરીશું. વિરગામમાં કોંગ્રેસ હંમેશા અપક્ષ ઉમેદવારોને ટેકો આપતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *