હરમનપ્રીત કૌર નો કમાલ,પકડ્યો કેચ ઓફ ધ ટૂર્નામેન્ટ,જુઓ વીડિયો

મહિલા ટી20 ચેલેન્જમાં મંગળવારે સુપરનોવાસ અને વેલોસિટી ટીમ વચ્ચે મેચ હતી. દીપ્તિ શર્માની આગેવાની હેઠળની વેલોસિટી બેટિંગ કરી રહી હતી તે સમય દરમિયાન, સુપરનોવાસની કેપ્ટન હરમનપ્રીત કૌરે એક કેચ પકડ્યો હતો જેને ટૂર્નામેન્ટનો કેચ પણ કહેવામાં આવે છે.

Loading...

તોફાની બેટિંગ કરી રહેલી શફાલી વર્માએ જ્યારે શોર્ટ થર્ડમેન તરફ શોટ રમ્યો ત્યારે હરમનપ્રીત કૌરે ડાબી બાજુ કૂદીને તે જ હાથથી આ કેચ પકડ્યો હતો. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને દરેક લોકો હરમનપ્રીત કૌરના ફેન બની ગયા.

વેલોસિટીની ઈનિંગની 10મી ઓવરમાં ડિઆન્ડ્રા ડોટિન બોલિંગ કરી રહી હતી ત્યારે ચોથા બોલ પર શેફાલીએ કટ શોટ માર્યો અને આ કેચ પકડવા માટે હરમનપ્રીતે કૂદકો માર્યો. બોલ હરમનપ્રીતના ડાબા હાથમાં ફસાઈ ગયો અને તે એક રમુજી કેચ હતો.

જો આ મેચની વાત કરીએ તો સુપરનોવાસે પ્રથમ બેટિંગ કરતા 150 રન બનાવ્યા હતા. બેટિંગમાં પણ હરમનપ્રીત કૌરનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું, તેણે 51 બોલમાં 71 રનની ઇનિંગ રમી. જેમાં 7 ફોર અને 3 સિક્સ સામેલ હતી.

જો કે, વેલોસિટીએ આ લક્ષ્ય હાંસલ કર્યું. શેફાલી વર્માએ 33 બોલમાં 51 રનની ધમાકેદાર ઇનિંગ રમી જેમાં 9 ફોર અને 1 સિક્સ સામેલ હતી. તેના સિવાય લૌરા વોલ્વાર્ડે પણ 35 બોલમાં 51 રન બનાવ્યા જેમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *