આ યુવતીના “ગુલાટી ગરબા” જોયા તમે? ના જોયા હોય તો જોઈ લ્યો તમે પણ કહેશો,બાપો બાપો…

સોશિયલ મીડિયામાં હાલમાં નવરાત્રિના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. એવામાં એક વીડિયો વોટ્સઅપમાં ખુબ ફરી રહ્યો છે કે જેમાં એક યુવતી ગૂલાંટ મારીને ગરબા રમી રહી છે. એ સિવાય એક દાદીમાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે કે જેને જોઈને લોકો હરખાય રહ્યા છે અને દાદીમાંના વખાણ કરી રહ્યા છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન છોકરી ગરબે રમી રહી છે. આ ગરબાનો પ્રકાર કોઈ એક તાળી, બે કે ત્રણ તાળી નથી. કે પછી કોઈ દોઢિયો પણ નથી. સાથે સાથે કોઈ ડાકલા પણ નથી. આ યુવતી ઉંઘા ચતા ગૂલાંટ મારીને પોતાની કરામત બતાવી રહી છે.

આ વીડિયો આ નવરાત્રિનો જ છે કે કેમ એનાં વિશે કોઈ પુષ્ટિ નથી થઈ. તેમજ આ યુવતીનું નામ કે સરનામું પણ હજું અજાણ છે. પરંતુ આ છોકરી નવરાત્ત્રી આવતા વેંત જ છવાઈ ગઈ છે. દરેક લોકો આ યુવતીના ગરબા જોઈ મંત્રમુગ્ધ થઈ ગયું છે. તો તમે પણ જુઓ આ વીડિયો

Loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *