ગુજરાત

ભાવનગર હાઇવે પર ટ્રક અને કાર ની વચ્ચે જોરદાર ટકકર,કારમાંથી મૃતદેહ બહાર કાઢવા લેવાઇ ક્રેનની મદદ,2 લોકોના મોત

ગુજરાતમાં આજે રવિવાર ગોજારો સાબિત થયો છે.આજે વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જે કારને અકસ્માત થયો છે તે તેલંગાણા પાસિંગની કાર હતી.કારમાં સવાર 5માંથી 2ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. બનાવની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Loading...

મળતી માહિતી અનુસાર, પીપળી વટામણ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. એક ટ્રક અમદાવાદ તરફ જઇ રહ્યો હતો, જે ધડાકાભેર સામેથી આવતી કાર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.

જોકે, આ કાર તેલંગણા પાસિંગની હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ત્રણ ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર જણાતા ધોળકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે 2ને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા. બે મૃતદેહોને પીએમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *