જુનાગઢ તેમજ ગીર-સોમનાથના અનેક ગામોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી,જુઓ વીડિયો
સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 30 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.ત્યારે હવે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદના એંધાણ શરૂ થઈ ગયા છે.ત્યારે આજે સતત ચોથા દિવસે અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.સતત 4 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે.ત્યારે હવે જૂનાગઢ તેમજ ગીર-સોમનાથ જીલ્લામાં પણ વરસાદે શાનદાર એન્ટ્રી કરી લીધી છે.
ત્યારે હવે અમરેલી જીલ્લા પછી આજે ભીમ અગિયારસના દિવસે સવારથી જ સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળતા હતા.જેમાં વિસાવદર અને ગીરગઢડા પંથકમાં બપોરના સમયે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. જે બાદ બપોર પછી ફરી દોઢ ઈંચ વરસાદ વરસતા ગીર ગઢડા પંથકમાં આજે 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.બપોરના સમયે જૂનાગઢના વિસાવદર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. સતત અડધી કલાક સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. જેના પગલે પંથકના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. તંત્રના જણાવ્યાં મુજબ ચાલુ વર્ષની સીઝનનો પ્રથમ વરસાદ વિસાવદર તાલુકામાં બપોરના 12 થી 2 દરમિયાન 11 MM (અડધો ઇંચ) જેટલો વરસ્યો છે.
ગીરગઢડા પંથક ઉપર મેઘરાજાએ પધરામણી કરવાની સાથે ઓળઘોળ થયા હોય તેમ બીજા રાઉન્ડમાં બપોરના બે થી ચાર દરમિયાન બે કલાકમાં વધુ 38 MM (1.5 ઈંચ) વરસાદ વરસાવી દેતા વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઈ હતી. ગીરગઢડા પંથકમાં 2 ઈંચની આસપાસ વરસાદ વરસતા શેરીઓ અને મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોવાનું નજરે પડ્યું હતું. ગીરગઢડા પંથકમાં મોટા પાયે ખેતી થતી હોવાથી વરસાદને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યાં હતા.
હવામાન વિભાગે હજુ આગામી પાંચ દિવસોમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. બીજી તરફ આજે સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.આગામી પાંચ દિવસોમાં મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર જુનાગઢ તથા અમરેલીમાં, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.