હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જીલ્લાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ,નદીઓમાં આવ્યું પુર,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 30 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.ત્યારે હવે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદના એંધાણ શરૂ થઈ ગયા છે.ત્યારે અમરેલી જિલ્લામાં સતત થોડાક દિવસોથી મેઘરાજા મહેરબાન થયા છે.

Loading...

ત્યારે મળતી માહિતી પ્રમાણે,આજે વહેલી સવારે અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસતા ખાંભાની ધાતરવડી નદીમાં ચોમાસાનું પહેલું પૂર આવ્યું છે. જેના કારણે આસપાસના ખેતરો પણ પાણીથી તરબોળ થયા હતા. જ્યારે અમરેલી શહેરમાં મધરાતે 25 મિનિટમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો.

આ ઉપરાંત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં શેત્રુંજી નંદીમા પાણી આવ્યું છે. ઘોબાથી ઠાંસા જવાના પુલ પર શેત્રુંજી નદીમાં પાણી આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.સમગ્ર વિસ્તારમાં ધીમીધારે વરસાદ હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. ખાંભાના નાનુડી, ભાવરડી, તાતણીયા, ખડાધાર, બોરાળા, ઉમરીયા, ભાડ, વાકીયા આસપાસના ગામડાના ખેડૂતોને વાવણીમાં જીવનદાન મળ્યું છે.

તો બીજી બાજુ સાવરકુંડલા શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતાં જેસર રોડ રિદ્ધિસિદ્ધિ ચોક, મહુવા રોડ અને હાથસણી રોડ સહિતના વિવિધ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જ્યારે મધરાતે પડેલા વરસાદના કારણે નાવલી નદી પણ બે કાંઠે થઇ હતી, પરંતુ વહેલી સવારે પાણી ઓસરી ગયું છે. હજુ વરસાદ વધુ પડશે તો ફરી અહીં પુર આવે તેવી શકયતા વર્તાઇ રહી છે.

હવામાન વિભાગ (IMD) એ ક્રમશઃ ટ્વિટ કરીને આગામી દિવસો માટે હવામાન વિશે માહિતી આપી છે. IMDએ કહ્યું, “કોંકણ, ગોવા, કોસ્ટલ કર્ણાટક અને કેરળ અને માહેમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડશે. મધ્ય મહારાષ્ટ્રમાં 24 થી 26 જૂન, આંતરિક કર્ણાટકમાં 24 થી 25 જૂન, ગુજરાતમાં 22 જૂન, 25 અને 26 જૂને વરસાદ પડશે.

ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ચોમાસું ધીમે ધીમે દસ્તક આપી રહ્યું છે. પ્રી-મોન્સુનને કારણે ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની પ્રક્રિયા સતત ચાલુ છે. હવામાન વિભાગે કહ્યું છે કે બિહારમાં 23 થી 26 જૂન દરમિયાન, ઝારખંડમાં 24 અને 25 જૂન અને ઓડિશા અને છત્તીસગઢમાં 22 થી 26 જૂન દરમિયાન વરસાદની સંભાવના છે. બિહારની વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજધાની પટના, ભાગલપુર, ઔરંગાબાદ, મોતિહારી સહિત મોટા ભાગના સ્થળોએ આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *