હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જીલ્લાના ગામડાઓમાં સતત ચોથા દિવસે ધમાકેદાર વરસાદ,જુઓ વીડિયો
સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 30 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.ત્યારે હવે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદના એંધાણ શરૂ થઈ ગયા છે.ત્યારે આજે સતત ચોથા દિવસે અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.સતત 4 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે.
આજે સતત ચોથા દિવસે અમરેલી તેમજ આજુબાજુના વિસાતરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે આજે અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘમહેર થઈ હતી. ત્યારે આજે સાવરકુંડલા તાલુકાનાં અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના વીજપડી ગામમાં ધોધમાર વરસાદ વરસતાં રોડ- રસ્તા તેમજ શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતાં.સાવરકુંડલા તાલુકામાં આજે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના વીજપડી ગામમાં આજે અડધો ઇંચ ઉપરાંત વરસાદ પડ્યો હતો, જેને કારણે રોડ-રસ્તા તેમજ શેરીઓમાં પાણી પાણી જોવા મળ્યું હતું.
તો આજે હાડીડા, દાઢિયા સહિત આસપાસનાં ગામડાંમાં પણ સારો વરસાદ વરસ્યો હતો, જેથી ખેડૂતો હવે વાવણીકાર્ય કરવાની તૈયારી કરી રહ્યા છે. સમગ્ર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌથી વધુ વરસાદ સાવરકુંડલા તાલુકાનાં ગામડાંમાં પડી રહ્યો છે.
તો ગઈકાલે અમરેલી જિલ્લાના કુંકાવાવ, બાબરા, લાઠી અને ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘમહેર થઈ રહી છે. બુધવારે સાવરકુંડલા અને લાઠી તાલુકામાં ભારે પવન સાથે નોંધપાત્ર વરસાદ વરસ્યા બાદ ગઈકાલે પણ આ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલું જ નહિ, પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.