હવામાન વિભાગની આગાહી વચ્ચે જામજોધપુરમાં ભારે વરસાદ,માર્કેટીંગ યાર્ડમાં રહેલ મગફળીની ગુણો તણાઈ,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 30 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.ત્યારે હવે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદના એંધાણ શરૂ થઈ ગયા છે.ત્યારે આજે સવારથી મેઘરાજા ગુજરાતમાં મનમૂકીને વરસી રહ્યા છે.

Loading...

આજે અમરેલી જિલ્લામાં સતત છઠા દિવસે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે.તો બીજી તરફ રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજાનું ધમાકેદાર એન્ટ્રી કરી હતી.તો આજે જામનગર જિલ્લાના જામજોધપુરમાં આજે ધોધમાર વરસાદ વરસતા માર્કેટીંગ યાર્ડમાં પાણીની સાથે મગફળીની નદી વહેતી જોવા મળી હતી. વરસાદની આગાહી હોવા છતા યાર્ડમાં ખુલ્લામાં મગફળીનો જથ્થો રાખ્યો હોવાથી વરસાદમાં પલળ્યો હતો. વરસાદ એટલો ઝડપથી આવ્યો હતો કે વેપારી અને ખેડૂતોને મગફલી સલામત સ્થળે ખસેડવાનો સમય પણ મળ્યો ન હતો.

આજે જામજોધપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસતા માર્કેટીંગ યાર્ડમાં દોડધામ મચી હતી. યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસને સલામત સ્થળે ખસેડવા વેપારીઓ અને મજૂરો કામે લાગ્યા હતા. જો કે, તેમ છતાં ધોધમાર વરસેલા વરસાદના કારણે મોટી સંખ્યામાં મગફળી સહિતનો ખેત પેદાશો પલળી હતી. મગફળીની તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,સામાન્ય રીતે હવામાન વિભાગની આગાહી હોય તો માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતોને તેઓની ખેતપેદાશો લાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. યાર્ડમાં ખુલ્લામાં પડેલા માલને પણ સલામત સ્થળે ખસેડી દેવામાં આવતો હોય છે. હાલ પણ વરસાદની આગાહી હોવા છતા જામજોધપુર યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી સહિતની ખેતપેદાશો ખુલ્લામાં પડી હોવાથી સવાલો ઉઠ્યા છે.

ગુજરાતમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે.હવામાન વિભાગે હજુ આગામી પાંચ દિવસોમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

બીજી તરફ આજે સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.હવામાન વિભાગ મુજબ આગાહી પાંચ દિવસોમાં મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર જુનાગઢ તથા અમરેલીમાં, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *