ગુજરાતના આ જીલ્લાઓમાં આગામી 4 દિવસમાં ભારે વરસાદની આગાહી,જાણો ક્યાં પડશે વરસાદ
સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 30 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.ત્યારે હવે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદના એંધાણ શરૂ થઈ ગયા છે.ત્યારે આજે અમરેલી જીલ્લામાં સતત થોડાક દિવસોથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે.
આજે રાજ્યના અનેક જીલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે.ત્યારે હવે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે.દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જોકે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં જ પડી રહ્યા છે. ત્યારે હવે રાજ્યભરમાં ચોમાસું જામી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં અને તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.
ત્યારે આજે અમરેલી જીલ્લામાં મેઘરાજા બગસરા તાલુકા,અમરેલી તાલુકા તેમજ જાફરાબાદ તાલુકામાં વરસ્યા છે.આજે પણ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે મનમૂકીને મેઘરાજાએ હેત વરસાવ્યું છે. જ્યારે બીજી તરફ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હજું પણ વરસાદ ન આવતા ખેડૂતો કાગડોળે રાહ જોઇ રહ્યાં છે.તો બગસરા તાલુકામાં શાપર ગામે પણ મેઘરાજા મનમૂકીને વરચ્યા છે અને પાણી હાલતા કરી દીધા છે.