world દેશ

હોલીવુડની અભિનેત્રી સૂસન સૈરંડને કર્યું ખેડૂત આંદોલનને સમર્થન,કહ્યું:- હું તેની સાથે ઉભી છું…

હોલીવુડ અભિનેત્રી સૂસન સૈરંડ એ શનિવારે ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તે પ્રદર્શનકારીઓ સાથે એકજુટતાથી ઉભા છે. પોપ સ્ટાર રિહાનાના એક ટ્વિટ બાદ અનેક વૈશ્વિક હસ્તીઓ, કાર્યકરો અને નેતાઓએ વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપ્યો છે. અભિનેત્રી સૂસન સૈરંડને ન્યુ યોર્ક ટાઇમ્સના એક રિપોર્ટને ટ્વિટર પર શેર કર્યો, જેનું શીર્ષક હતું, “ભારતમાં ખેડુતો વિરોધ શા માટે કરી રહ્યા છે?”

Loading...

સૂસન સૈરંડને લખ્યું, “હું ભારતમાં ખેડૂત આંદોલન સાથે ઉંભી છું. વાંચો તેઓ કોણ છે અને શા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે.” સ્વીડિશ આબોહવા કાર્યકર ગ્રેટા થનબર્ગ, મીના હેરિસ, યુએસ એટર્નીની ભત્રીજી અને યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, અભિનેત્રી અમાન્દા સેર્ની, ગાયિકા જય સીન,ડૉ. જ્યુસ અને પુખ્ત વયની ફિલ્મ અભિનેત્રી મિયા ખલિફાએ પણ વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપ્યો છે.

ખેડૂત આંદોલન ની અપડેટ વિશે વાત કરતા, કેન્દ્રના કૃષિ કાયદા સામે ખેડૂતોના ચક્કા જામની અસર દેશભરમાં જોવા મળી હતી. માત્ર પંજાબ, હરિયાણા, રાજસ્થાન જ નહીં, પણ તામિલનાડુ, કર્ણાટક અને તેલંગાણામાં પણ, તેમને ટેકો આપતા ખેડુતો અને સંગઠનોએ હાઈવેને અવરોધિત કર્યો અને બતાવ્યું કે ખેડૂત વિરોધ માત્ર એક કે બે રાજ્યો સુધી મર્યાદિત નથી. ખેડૂતોનો આ વિરોધ સંપૂર્ણ શાંતિપૂર્ણ રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *