સુરત

સુરતમાં હોમગાર્ડની મહિલા કર્મચારીને વર્દીમાં વીડિયો બનાવી ફેમસ થવાનું સપનું પડ્યું ભારે,હવે થયું એવું કે..,જુઓ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 2 કરોડ અને 92 લાખ અને 04 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 15 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે ગુજરાત માં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આવી જ એક ઘટના સુરત માંથી સામે આવી છે.ત્યારે સુરત માં એક હોમગાર્ડ ની મહિલાકર્મીએ વાયરલ થવા ટિકી એપ્લિકેશન પર વીડિયો બનાવ્યો છે.

Loading...

ત્યારે સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે બોલીવૂડ ફિલ્મના ડાયલોગ પર શોર્ટ વીડિયો બનાવનારા મહિલા હોમગાર્ડ જવાન વિવાદમાં આવ્યાં છે. સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને મૂકનારા મહિલા જવાન સામે પ્રશ્નો ઉભા થતાં હોમગાર્ડ ઓફિસરે નોટિસ આપવાની તજવીજ હાથ ધરાઈ છે.હોમગાર્ડ મહિલાએ શોર્ટ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યા હતાં.

જેથી હોમગાર્ડના જવાનોમાં આ વીડિયોને લઈને ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું નહિ પણ હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે તાત્કાલિક પગલાં ભરવા માગ કરાઈ રહી છે. અગાઉ આવા કેસોમાં બે જવાન સામે શિક્ષાત્મક પગલાં ભરાયા હોય તો મહિલા હોમગાર્ડ સામે કેમ નહિ એવા પ્રશ્નો ઉભા થયા હતાં.

ત્યારે હવે આ મામલે હોમગાર્ડ ઓફિસર એસ. કે. પટેલએ જણાવ્યું હતું કે, વાઈરલ વીડિયો મારા ધ્યાન પર આવ્યા બાદ વીડિયો બનાવનાર બહેનને નોટિસ આપવાના આદેશ કર્યા છે. જવાબ લેવાશે અને પૂછપરછ કરાશે. વીડિયો કયા સ્થળ પર બનાવવામાં આવ્યો છે એ હજી ખબર નથી પણ વર્દીનું અપમાન ચલાવી નહિ લેવાય. સી ઝોનના કમાન્ડિંગ ઓફિસર કિરીટ પટેલને તપાસ સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે,સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 89 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,42,319 પર પહોંચ્યો છે. સરકારે ચોપડે વધુ 2 નવા મોત સાથે મૃત્યુઆંક 2096 થયો છે. આજે શહેરમાંથી 107 અને જિલ્લામાંથી 84 લોકોને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,37,927 પર પહોંચ્યો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 2296 એક્ટિવ કેસ છે.

જુઓ અહીંયા ક્લિક કરીને વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *