ગુજરાત

અમદાવાદમાં પતિના મોબાઈલમાં પત્નીએ જોયા પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા વીડિયો,પછી..,જુઓ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 33 લાખ 60 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે.

Loading...

અમદાવાદમાં આવો જ એક બનાવ શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. આ ઘટનામાં પતિ જ્યારે સ્નાન કરવા ગયો તો બહાર પડેલા મોબાઈલમાં પત્નીએ તેને પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા વીડિયો જોઈ લીધા હતાં. ત્યારે બાદ સમગ્ર બાબત પત્નીએ સાસરિયાઓને કરતાં પતિ ગુસ્સે થયો હતો અને પત્નીને ત્રણ તલાક આપી દીધા હતાં. પત્નીએ આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી સલમા ( નામ બદલ્યું છે)ના લગ્ન ઈમરાન( નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. લગ્ન બાદ તેઓ સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. પરંતુ ઘણીવાર પારિવારિક લડત થતાં તેઓ અલગ રહેવા ગયાં હતાં. લગ્ન બાદ તેમને સંતાનમાં ત્રણ દિકરીઓનો જન્મ થયો હતો. ઈમરાન સલમા સાથે સતત લડત કર્યા કરતો હતો અને કહેતો કે મારે તારી સાથે નથી રહેવું. પતિના આવા વ્યવહારથી સલમાને શંકા ગઈ હતી.એક દિવસ ઈમરાન પોતાનો મોબાઈલ ફોન બહાર મુકીને બાથરૂમમાં સ્નાન કરવા ગયો ત્યારે સલમાએ તેના મોબાઈલમાં પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા વીડિયો જોયા હતાં.

વીડિયો જોઈને સલમા ચોંકી ઉઠી હતી. કારણ કે આ વીડિયોમાં કેટલાક ખરાબ વીડિયો પણ હતાં.વીડિયો જોઈને સલમાને આઘાત લાગ્યો હતો. તેણે આ મુદ્દે સાસરિયાઓને જણાવ્યું હતું. પરંતુ ઈમરાને તેને ઘરમાં આ વાત કેમ કરી એનો ગુસ્સો કરીને સલમાને ત્રણ તલાક આપી દીધા હતાં.સાસરિયાઓએ ઈમરાનને આ બાબતે સમજાવવાને બદલે તેનો પક્ષ લીધો હતો.

ત્યારે ઈમરાને સલમાને કહ્યું હતું કે મારે તારી સાથે નથી રહેવું. બાદમાં તેણે ત્રણ વાર તલાક બોલીને સલમાને છુટા છેડા આપી દીધા હતાં. આ ઘટનામાં સલમાએ ઈમરાનને સબક શીખવાડવા માટે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સલમાની ફરિયાદને આધારે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *