ગુજરાત

ક્લાસમાં ઠોઠ નિશાળિયો હોય તે હંમેશા કહે આજે લેશન કરીને નથી આવ્યો કાલે કરીને આવીશ

પરેશ ધાનાણી કાઠિયાવાડી લહેકામાં વિરોધી નેતાઓ સામે કવિતા લખી ને કટાક્ષ કરતા રહે છેકોરોના વાઇરસની સામે ગુજરાતમાં એક જિલ્લો રોલ મોડલ સાબિત થયો છે તે છે અમરેલિ જિલ્લો. અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ સાથે જાણીતા DivyaBhaskar સાથે વાત કરી કોરોના મુદ્દે પ્રશ્નો પૂછ્યા હતા. જેનો જવાબ પરેશભાઇએ આપ્યા છે. લોકડાઉન મુદ્દે ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કાલે લેશન કરીને આવીશું. અડધી પીચે રમવા વાળાની જેમ જ અડધી પીચે આવી ને સિક્સ મારી ને પરેશભાઇએ કટાક્ષમાં કહ્યું હતું કે, ક્લાસમાં ઠોઠ નિશાળિયો હોય તે હંમેશા કહે કે આજે લેશન કરીને નથી આવ્યો કાલે કરીને આવીશ

Loading...

પ્રશ્ન: ગુજરાતમાં અમરેલી જિલ્લો સૌથી છેલ્લે હતો તેમાં અમરેલી જિલ્લો કેવી રીતે કોરોનાને નાથવામાં સફળ રહ્યો?

જવાબ: સ્થાનિક લોકોએ ખૂબ સંયમ રાખ્યો, સરકારી માર્ગદર્શિકાનું પાલન કર્યું, સ્વૈચ્છિક રીતે સલામત અંતરને જીવનમાં મંત્ર બનાવવાનો સંકપ્લ કર્યો. સરકારી તંત્રએ પણ ક્યાંકને ક્યાંક માર્ગદર્શિકાના પાલન માટે અનુશાસન, સુરક્ષાને લઇને સત્વરે પગલા ઉઠાવ્યા, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ લોકોની વચ્ચે જોડતી કડીઓ બનવાનો પ્રયાસ કર્યો. તંત્રને અનુકુળ થવાની વિનંતી કરી. લોકો અનુશાસન ભંગ કરતા હતા ત્યાં લોકોને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો

પ્રશ્નઃ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં સરકારે અમરેલીને રોલ મોડલ તરીકે અપનાવવું જોઇએ?

જવાબઃ આ બધી વ્યવસ્થા પછી પણ લોકડાઉનના પ્રથમ તબક્કે પણ અંદાજીત 45 હજાર કરતા વધુ માઇગ્રેડ લોકો અમરેલીમાં આવ્યા હતા. તેમ છતાં અમરેલી જિલ્લાની અંદર કોઇ કોરોના પોઝિટિવ ન મળ્યા. તો ક્યાંક કુદરતી શક્તિ પણ અમરેલીને કોરોનાના સંક્રમણથી બચાવવામાં અનુકુળ વાતાવરણ પૂરૂ પાડ્યું. આ અમરેલી મોડલ છે.

પ્રશ્નઃ અન્ય જિલ્લાઓએ અમરેલી મોડલ અપનાવવું જોઇએ શીખ લઇને, તમે શું માનો છો?

જવાબઃ સૌથી પહેલી વાત એ છે કે, કોરોનાથી લડવા માટે બે મોરચે લડ્યા. એક કોરોનાનું સંક્રમણ આગળ વધતું અટકાવવા માટે સલામત અંતરે જીવવનો મંત્ર બનાવવો જોઇએ. બીજુ કોરોના કેસના સંપર્કમાં આવેલા લોકોને આઇડેન્ટીફાય કરવા અને તેની ચકાસણી વધારવી જોઇએ. આવા લોકોને આઇડેન્ટીફાય કરી તેનું વ્યાજબી નિદાન થાય અને તેની વ્યાજબી સારવાર થાય તો કોરોનાને આગળ વધતો અટકાવી શકાય અને તેનો ખાતમો પણ બોલાવી શકાય.

પ્રશ્નઃ પરપ્રાંતીય લોકો જતા રહે છે તો શું ગુજરાતના શ્રમિકોને તક આપવી જોઇએ?

જવાબઃ વિશ્વના ઘણા લોકોએ લોકડાઉનની શરૂઆતમાં લોકોને સલામત જગ્યાએ જવા માટે અવસર પૂરો પાડ્યો. બાંગ્લાદેશમાં પણ લોકડાઉન પહેલા પાંચ દિવસ પહેલા લોકોને સલામત અંતરે ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું. કમનસીબે અંધારામાં નિર્ણય કરવાની સરકાર અને અચાનક લોકડાઉન કરતા આ 130 કરોડની જનસંખ્યાના દેશમાં ઓછામાં ઓછા 10 ટકા લોકો જે નિયમિત પણે ધાર્મિક, સામાજિક, વેપારી, શૈક્ષણિક, શ્રમિકોને વગેરેને સલામત સ્થળે પહોંચાડવા જરૂરી હતા. ગુજરાતના લોકો ધારે તો પણ મજૂરીની તક ગુજરાતમાં મળી શકે છે. તેમાં સરકારીની જરૂર નથી.

પ્રશ્નઃ શાસક પક્ષ વારંવાર કહે છે કે વિપક્ષ રાજકારણ રમે છે કોરોના મુદ્દે તે કેટલું યોગ્ય માનો છો તમે

જવાબઃ મારા ટ્વીટરના એકાઉન્ટમાં બ્લોગ લખેલા છે કે સરકાર શંકાના દાયરામાં.મુખ્યમંત્રીએ ગઇકાલે કહ્યું હતું કે લેશન કાલ કરીને આવીશું તેમ કહી લોકડાઉનનો નિર્ણય એક દિવસ મોડો ઠેલવ્યો હતો. ક્લાસમાં ઠોઠ નિશાળિયા હોય ને તે હંમેશા કહે લેશન કરીને નથી આવ્યો કાલે કરીને આવીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *