અમદાવાદ માં યુવકે ‘તારી કમર તો દિશા પટણી જેવી છે’ કહીને પરિણીતાની કમર પર ફેરવ્યો હાથ….

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કાળો કહેર ચાલી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ લોકડાઉન નું સુસ્તપણે પાલન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કેસ ધરાવતાં અમદાવાદ જિલ્લામાં આજે એક અજીબ ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં મહિલા સશક્તિકરણની વાતોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે.‘તારી કમર દીશા પટણી જેવી લાગે છે’ તેમ કહી પરિણીતાની છેડતી કર્યાનો બનાવ બન્યો છે. બોપલ પોલીસે છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી છે.

Loading...

મળતી માહિતી પ્રમાણે, યુવતીનો આરોપ છે કે ફેબ્રુઆરી 2020 માં પ્રથમ અઠવાડિયામાં યુવતી જ્યારે જિમમાંથી ઘરે પરત જઈ રહી હતી તે દરમિયાન આ નરાધમ તેની સાથે લિફ્ટમાં આવ્યો હતો.નરાધમે તેની કમર પકડીને કહ્યું હતું કે તારી કમર દિશા પટણી જેવી છે. આવું કહીને તેણે યુવતીના પેટ પર પણ હાથ ફેરવ્યો હતો. એ સમયે યુવતીએ બદનામીના ડરથી આ બાબતની જાણ કોઈને કરી ન હતી. ત્યાર બાદ યુવતીએ બે-ચાર દિવસ માટે ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. જોકે, આ નરાધમે તેની આવી હરકતો ચાલુ જ રાખી હતી. યુવતીનું ઘર નરાધમની બાજુમાં જ હોવાથી જ્યારે પણ મોકો મળતો ત્યારે નરાધમ તેની સામે ગંદા ઇશારા કરતો હતો.

(ફોટો: પ્રતિકાત્મક)

બોપલ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ રાજેન્દ્રગીરી ગૌસ્વામી છે. આરોપી પર આક્ષેપ લાગ્યો છે કે તેણે તેના જ ફ્લેટમાં રહેતી એક પરિણીતાની છેડતી કરી હતી. યુવતીએ આ અંગે કોઈને જાણ ન કરતા નરાધમની હિંમત વધી હતી અને તે યુવતીના ઘરે પહોંચી ગયો હતો. ઘરે જઈને તે યુવતીને કહેવા લાગ્યો કે, તું મારી સાથે કેમ બોલતી નથી? મને ગમતું નથી. આટલું કહીને તે ત્યાંથી જતો રહ્યો હતો. અંતે યુવતીએ તેના પતિ અને પાડોશીને આ બાબતની જાણ કરી હતી. જે બાદમાં તમામ લોકો નરાધમની પત્નીને મળવા પહોંચ્યા હતા.

(ફોટો: પ્રતિકાત્મક)

આ સમયે નરાધમની પત્નીએ તેનો પતિ આવું ન કરે તેમ કહીને આ વાત અવગણી હતી. જે બાદમાં 19મી મેના રોજ આરોપી યુવકનો તેના પાડોશી સાથે ઝઘડો થયો હતો. આ સમયે આરોપીની પત્નીએ યુવતીને કહ્યું હતું કે આ બધુ તારા કારણે થાય છે. આ સમયે નરાધમે યુવતી સામે ગંદા ઈશારા પણ કર્યા હતા અને તેના શર્ટના કોલર ઊંચા કર્યાં હતાં. આ મામલે યુવતીએ આખરે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજેન્દ્રની ધરપકડ઼ પહેલા પોલીસે ગાઈડલાઈન મુજબ તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો અને તે નેગેટીવ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી. પોલીસ તપાસમા તે પણ સામે આવ્યુ કે જ્યારે આરોપીની પત્નિ ગર્ભવતી હતી તે સમયથી આરોપી પરિણીતાને પરેશાન કરતો હતો. જેથી આરોપી વિરુદ્ધ વધુ પુરાવા એકઠા કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. જેથી આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *