ગોંડલના ગામડાઓમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો,ધોધમાર વરસાદ પડ્યો,નદીમાં આવ્યું પૂર,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 53 લાખ ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 30 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે.જે આપણ ને વિચારવા મજબૂર કરી દે છે.ત્યારે હવે ગુજરાતમાં ધીમે ધીમે વરસાદના એંધાણ શરૂ થઈ ગયા છે.ત્યારે આજે સતત ત્રીજા દિવસે અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.

Loading...

તો બીજી બાજુ ગોંડલ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.આજે બપોર પછી અમરેલી પછી ગોંડલ પંથકમાં પણ વરસાદે એન્ટ્રી કરી લીધી છે.સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા અને પદ્ધતિ મુજબ આજના દિવસે ખેડૂત આખા વર્ષની કૃષિ સીઝનનો પ્રારંભ કરતો હોય છે ત્યારે ખેડૂતો માટે મુહૂર્ત સચવાયું હોય તેમ ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. જેને પગલે ખેતરો પાણી પાણી થયા છે. જયારે નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે. જેથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.હાલ ગોંડલના વાસાવડ, દેવળીયા, દડવા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે.

જેથી અસહ્ય બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.મિશ્ર વાતાવરણને કારણે અસહ્ય બફારાથી લોકો અકળાયા છે. પરંતુ બપોર બાદ ગોંડલમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. અને હાલ વરસાદ વરસી રહ્યો છે.જેથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.

આજે સતત ત્રીજા દિવસે અમરેલી તેમજ આજુબાજુના વિસાતરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે આજે અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ હતી. જિલ્લાના કુંકાવાવ, બાબરા, લાઠી અને ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘમહેર થઈ રહી છે. બુધવારે સાવરકુંડલા અને લાઠી તાલુકામાં ભારે પવન સાથે નોંધપાત્ર વરસાદ વરસ્યા બાદ ગઈકાલે પણ આ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલું જ નહિ, પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *