ગુજરાત

હળવદમાં કોરોના વોરિયર્સ એવા PI ને ભાજપના અગ્રણીએ કાર ચડાવી કચડી મારવા પ્રયાસ કર્યો..

હાલ સમગ્ર દેશમાં કોરોના એ પોતાનો કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના નો કહેર યથાવત છે. ત્યારે ગુજરાત ની પોલીસ સખત મહેનત કરીને રાજ્યમાં લોકડાઉન નું પાલન થાય તે માટે રાત-દિવસ પોતાની ફરજ નિભાવી રહી છે. ત્યારે આજે મોરબી જિલ્લામાં પોલીસ પર હુમલા નો બનાવ સામે આવ્યો છે. ઘટના ની વાત કરીએ તો, સત્તાના નશામાં ચૂર સત્તાધારી પાર્ટીના કાર્યકરો તેમનું ફરજમાં રૂકાવટ કરતા હોય તેવો બનાવ મોરબી જિલ્લામાં સામે આવ્યો છે. હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ ખાંભલા પર કડીયા ગામના ભાજપના આગેવાન કિશોરસિંહ જાડેજાએ પોતાની કાર ચડાવી જાનથી મારી નાંખવા પ્રયાસ કર્યો હતો. આ મામલે ફરજમાં રૂકાવટ સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

Loading...

મળતી માહિતી પ્રમાણે, હળવદ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ હળવદ પોલીસ મથકના પીઆઇ સંદીપ ખાંભલા સહિતનો સ્ટાફ હળવદની સરા ચોકડી પાસે લોકડાઉનની ફરજમાં હતો. તે સમયે કડીયાણા ગામના અને ભાજપ અગ્રણી અશોકસિંહ જાડેજા ત્યાંથી પોતાની કાર લઈને નિકળા હતા અને ફરજમાં રહેલા પીઆઇ ઉપર પોતાની કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી, પીઆઇ પડી ગયા હતા. બાદમાં કાર લઈને ભાજપ અગ્રણી નાસી છૂટ્યા હતા.

પીઆઈએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે બે દિવસ પહેલા ભાજપના કાર્યકર રવજીભાઈ દલવાડીને પોલીસે સાથે માથાકૂટ થઈ હોય જેનો ખાર રાખી આરોપીએ પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી તમે હળવદ પોલીસ મથકમાં નોકરી કરો છો ને હું તમને જોઈ.લઈશ તેવી ધમકી આપી ધક્કો મારી પાડી દઈ પોલીસની ફરજમાં રૂકાવટ કરીને આરોપી અશોકસિંહએ પોતાની કારને સ્પીડમાં ચલાવી ફરજમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર મારી નાખવાના ઇરાદે ચડાવી લેવાનો પ્રયાસ કરીને નાસી છૂટ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

હળવદ પોલીસે ભાજપ અગ્રણી અશોકસિંહ સામે હત્યાની કોશિશ કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.લોકડાઉન ડ્યૂટી પર હળવદ પીઆઈ સંદીપ ખાંભલા હતા ત્યારે સફેદ કલરની કારમાં કડિયા ગામના ભાજપના આગેવાન અશોકસિંહ જાડેજાએ તેમની સાથે અસભ્ય વ્યવહાર કર્યો હતો. તેમને ધક્કો મારીને તેમના પર કાર ચડાવી દેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે સમયસૂચકતા વાપરીને દૂર જતા રહેતા બચાવ થયો હતો. એટલું જ નહીં તેમની સાથે ગાળાગાળી કરીને ફજ પર રહેલા પીઆઈને બીભત્સ ગાળો ભાંડી હતી અને કાર ચડાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

હળવદ પીઆઈ પર હુમલાના બનાવ બાદ ડીવાયએસપી રાધિકા ભારાઈ, એસઓજી, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હળવદ પોલીસે નાસી છૂટેલા ભાજપના આગેવાનની શોધખોળ આદરી છે. પોલીસ અધિકારીને મોતને ઘાટ ઉતરાવના પ્રયાસને પગલે સામાન્ય માણસ હાલ ચિંતાતૂર છે અને પોતાને અસુરક્ષિત હોયનું મહેસૂસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *