ગુજરાત

અમરેલી જિલ્લાના હામાપુર માં બળદ ગાડું તણાતાં, 4 લોકોના મોત,જુઓ વીડિયો…

સમગ્ર ગુજરાતમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે ઘણી જગ્યાએ ઘોડા પૂર જેવી સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આજે અમરેલી જિલ્લાના બગસરા તાલુકા ના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ ના કારણે ઘણા વોકળામાં પુર ની સ્થિતિ ઉભી થઇ હતી.ત્યારે આજે અમરેલી જિલ્લાના બગસરા તાલુકા ના હામપુર ગામ માં દુઃખદ ઘટના સામે આવી છે.

Loading...

મળતી માહિતી પ્રમાણે,અમરેલી જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ સર્જાયેલ છે. ત્યારે બગસરા પંથકમાં સતત વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે બગસરા તાલુકા ના હામાપુર ગામે ભારે વરસાદ પડતા નદી-નાળા છલકાયાં હતા. ત્યારે હામાપુર ગામે ખેડૂત પોતાના બળદ ગાડા સાથે ધસમસતા પુરમાં તણાયા ની ઘટના બની છે.ઘટનાની જાણ થતા લોકો દોડી ગયેલા હતા.ગામ લોકો સહીત તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવતા હાલ ચાર ડેડબોડી મળેલ છે.આ ચારેય લાશો મળતા નાના એવા હામાપુર ગામ માં અરેરાટી મચી જવા પામી છે હાલ વધુ વિગત જાણવા મળતા એક બળદનું પણ મૃત્યુ થયેલ છે તેમજ બળદ ગાડા ની અંદર કુલ સાત લોકો સવાર હતા ત્યારે વધુ વિગત હામાપૂર ગામના સરપંચ કે.કે.થાવાણી જણાવી રહ્યા છે.

જુઓ વીડિયો:-

વધુમાં જણાવા મળ્યું હતું કે, આ ઘટના માં 4 લોકોના મોત નીપજ્યા છે અને 3 લોકોનો બચાવ થયો છે. આ બનાવમાં એક બળદનું પણ મોત મીપજ્યું છે. મૃતકમાં બે મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરબિગ્રેડની ટીમ દોડી આવી હતી અને ચારેયના મૃતદેહ ખીજડીયા ગામ નજીકથી મૃતદેહ મળી આવ્યા હતા.7 લોકો વાડીએથી પોતાના ઘરે બળદગાડામાં પરત ફરી રહ્યા હતા. ત્યારે પાણીના વોંકળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા 7 લોકો સાથે બળદગાડું તણાયું હતું. મૃતકોના મૃતદેહોને પીએમ માટે બગસરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

જુઓ વીડિયો:-

ઉલ્લેખનીય છે કે, ધારીમાં આજે સતત ત્રીજા દિવસે મેઘમહેર જોવા મળી છે. ધારી પંથકમાં ગઇકાલે હળવો ભારે વરસાદ વરસ્યો હતો અને આજે પણ બપોર બાદ ધીમીધારે વરસાદ પડ્યો હતો. અને પોણો ઇંચ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ પડ્યો હતો. ધારી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ મહેર કરતાં ખેડૂતો વાવણી કાર્યમા જોતરાયા છે. ધારીમાં આજે 17 MM વરસાદ વરસ્યો હતો. ખોડિયાર ડેમ સાઇડ પર પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.

રિપોર્ટર….. ઈમ્તિયાઝ સૈયદ બગસરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *