ઉત્તરપ્રદેશના હમીરપુરમાં છેડતી અને મારપીટ નો ભોગ બનેલ યુવતીએ રોક્યો આઇજી નો રસ્તો,માંગ્યો ન્યાય…
ઉત્તર પ્રદેશના હમીરપુરમાં છેડતી અને હુમલાનો ભોગ બનેલ એક યુવતીએ માર્ગ પર આઈજીની ગાડી અટકાવી હતી અને હાથ જોડીને અને રડતા રડતા તેની સાથે થયેલ આખી ઘટના જણાવી અને સ્થાનિક પોલીસની કાર્યશૈલી અંગે ફરિયાદ કરી હતી. આઈજીના આદેશ બાદ કોતવાલી પોલીસે ગુનો નોંધ્યો છે.
યુવતી એ ગયા ગુરુવારે કોતવાલી પહોંચી ગામના જ યુવક પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. તેણે જણાવ્યું કે તે માતા અને કાકી સાથે ફાર્મમાં કામ કરવા ગઈ હતી. બપોરે માતા અને કાકીની પાછળ ઘરે પરત ફરતી હતી ત્યારે અગાઉ જ ઘાત લગાવીને બેઠેલા યુવકે રસ્તો રોકીને છેડતી શરૂ કરી હતી. તેનો વિરોધ કરવા પર તેને ખેંચવાનું શરૂ કર્યું હતું. અવાજ સાંભળીને માતા અને કાકી બચાવવા પહોંચી,તો આરોપી યુવકે ત્રણેયને માર માર્યો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો.
જ્યારે આ યુવતીને ખબર પડી કે બાંદ્રા ના આઈજી સત્યનારાયણ રાઠ આવ્યા હતા, ત્યારે પીડિતા રસ્તા પર ઉભી રહીને તેની રાહ જોવા લાગી.જ્યારે આઈજી સરકારની ગાડી બહાર આવી કે તરત જ યુવતીએ કાર ને રોકી અને તેને તેની આપવીતી આઇજી ને જણાવી.
આઈજી સત્યનારાયણે યુવતીની વાત સાંભળીને ફરિયાદની અરજી લઇ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ આઈજીએ એફઆઈઆર અને પીડિતાની તરફેણમાં કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
કોટવાલ કે.કે. પાંડેએ જણાવ્યું હતું કે આ મામલો મહિલાઓ વચ્ચેના ઝઘડા અંગેનો છે. બંને પક્ષોને બોલાવીને સમાધાન કરાવી દીધું હતું. યુવતીએ ફરી આઈજીને ફરિયાદ કરી છે. કેસ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. આઇજી એ કહ્યા પ્રમાણે હવે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.