ઉત્તરપ્રદેશના હરદોઈ માં 17 વર્ષની યુવતી સાથે ઘર માં જ યુવકે ગુજાર્યો બળાત્કાર,નોંધાઇ ફરિયાદ…

યુપીના હરદોઈ જિલ્લામાં 17 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાનો મામલો સામે આવ્યો છે. બળાત્કારની ઘટનાને અંજામ આપનારા છોકરાની ઉંમર 16 વર્ષની હોવાનું કહેવાય છે. યુવતીની માતા ઘરની બહાર ગઈ હતી અને પિતા ઘરની બહાર સૂતા હતા. તે જ સમયે, પડોશમાં રહેતા છોકરાએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને યુવતી સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.

Loading...

છોકરી પર બળાત્કાર ગુજારનાર છોકરાના ભાઈ પર પણ આરોપ છે કે તે ઘટના દરમિયાન યુવતીના ઘરની રક્ષા કરી રહ્યો હતો. માતાને ઘરે પરત ફરતાં પરિવારને આ ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ પુત્રીએ તેની સાથે રાત્રે બનેલી ઘટનાની જાણકારી આપી હતી.

ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીને તબીબી સારવાર માટે મહિલા હોસ્પિટલમાં મોકલી હતી. પોલીસે આરોપી કિશોર અને તેના ભાઈ સામે ગુનો નોંધીને બંનેની શોધખોળ શરૂ કરી છે.

પોલીસનું કહેવું છે કે આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. યુવતીનું નિવેદન નોંધવામાં આવ્યું છે, પોલીસ આરોપીઓને વહેલી તકે પકડવાનો દાવો પણ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *