રાજકોટ માં સગીરે 8 વર્ષની બાળકીને વોકળામાં લઈ જઈ ધમકી આપીને કર્યું દુષ્કર્મ…

સમગ્ર દેશમાં કોરોના એ પોતાનો કહેર મચાવ્યો છે. આજે દેશમાં કોરોના નો આંકડો 1 લાખ 98 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 17 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે રાજકોટ માં દુષ્કર્મ ની ઘટના સામે આવી છે.રાજકોટમાં છેલ્લા અઠવાડિયામાં દુષ્કર્મના બે બનાવો સામે આવ્યા છે. બે દિવસ પહેલા શહેરના લોહાનગરમાં સાડા ત્રણ વર્ષની બાળાને બિસ્કીટ ખવડાવવાના બહાને એક વ્યક્તિએ અપહરણ કરી પુલ નીચે લઇ જઇ બિભત્સ અડપલા કર્યાની ઘટના સામે આવી હતી ત્યારે ફરીથી કુવાડવા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતાં અને બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં ૧7 વર્ષના સગીરની હવસખોરીનો કિસ્સો સામે આવ્યો છે.

Loading...

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ કુવાડવા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં 8 વર્ષની બાળા સાથે સગીરે દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘર નજીક એકલી રમી રહેલી બાળાને જોઈને સગીરે તેને બકાલી વોંકળામાં ઝાડી નીચે લઈ ગયો હતો અને દેકારો કરીશ તો તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ બાળકીના પિતાને થતાં તેઓ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીર આરોપીસામે ફરિયાદ નોંધીધરપકડ કરી છે.

ફરિયાદી પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે હતું કે મારે ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તે પોતે છુટક મજૂરી કરે છે. તેઓ ગઈકાલે કામ પર ગયા હતા. ત્યારે બપોરના સમયે તેની 8 વર્ષની દિકરી ઘરે રડતી રડતી આવતાં મોટી બહેને શું થયું? તેવુ પુછતાં બાળાએ જણાવ્યું હતું કે શાકભાજીનો ધંધો કરતા સગીરે તેનો હાથ પકડીને વોંકળામાં ખેંચી ગયો હતો અને રાડો પાડીશ તો તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપી બળજબરી કરી હતી.

મોટી બહેને સમગ્ર ઘટનાની જાણ પિતાને કરી હતી. જેથી પિતાએ સમગ્ર મામલે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સગીર આરોપી સામે IPC 376(2) જે, 376(3) એબી, 506(2) અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે બાળાનું તબીબી પરિક્ષણ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

One thought on “રાજકોટ માં સગીરે 8 વર્ષની બાળકીને વોકળામાં લઈ જઈ ધમકી આપીને કર્યું દુષ્કર્મ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *