બે બાળક ના પિતા હોવા છતાં,યુવતી ને પ્રેમજાળ માં ફસાવી,ગર્ભવતી બનાવી ગર્ભભાત કરાવ્યો,બે ડોક્ટર સહિત યુવાનની ધરપકડ

પલસાણાના બે બાળકના પિતા દ્વારા સગીરાને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યો હતો. સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે પોક્સો એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં ગર્ભપાત કરનાર બે ડોક્ટરો અને દુષ્કર્મ આચરનાર યુવાનની ધરપકડ કરવામાં આવી છે.પલસાણા તાલુકાના ભૂતપોર ગામે રહેતો અશોક ચીમનભાઈ રાઠોડ નામનો ઈસમ બે બાળકનો પિતા હોવા છતાં પણ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. બાદમાં તેને ડરાવી ધમકાવીને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યું હતું.

Loading...

(પ્રતિકારત્મક તસ્વીર)

જે ગુનામાં સગીરાની માતાએ પલસાણા પોલીસ મથકમાં લેખિત ફરીયાદ કરતા પોક્સો એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે પહેલાં અશોક ચીમનભાઈ રાઠોડની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે સુરત શહેરના ગોપીપુરા વિસ્તારના ગોવિંદપ્રભા આરોગ્ય કેન્દ્ર ચલાવતા ડો.રસેલ ગુજરાતી ધડપકડ કરી હતી. જ્યારે આજે સુરતના વધુ એક ડોકટર સુરેશ મકવાણાની પણ ધરપકડ કરવામાં આવી છે. સગીરાની ગર્ભપાતની કેસ ફાઇલ ડો. સુરેશ મકવાણાના નામથી બની હતી. જેથી પોલીસે ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે. પલસાણા પોલીસ માટે દફનાવેલ ભ્રુણ શોધવાની તજવીજ ચાલુ છે.

પલસાણા તાલુકાનાં ભૂતપોર ગામે રહેતા અશોકભાઇ ચીમનભાઈ રાઠોડ નાઓ પરણિત તેમજ બે બાળકોના પિતા હોવા છતાં આ વાતને છુપાવી પલસાણા તાલુકાનાં એક ગામમાં રહેતી એક 17 વર્ષીય સગીરાને ખોટા વચનો આપી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પરણિત હોવાની વાત છુપાવી લગ્નની લાલચે પોતાના મિત્ર જયદીપ સાથે મળી ઉભરાટ લઈ જઈ અવાર નવાર શરીર સંબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવી હતી. જે બાદ સગીરાને માસિકધર્મ નહીં આવતા સગીરા ગભરાઈ ગઈ હતી અને આ અંગેની અશોક રાઠોડને વાત કરી હતી. જે બાદ યુવકે ભૂતપોર ગામના જયદીપભાઈ તેમજ મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે જોડાયેલા મહેશભાઇ ફકીરભાઈ પટેલની આઈ ટ્વેન્ટી ગાડી (GJ 19 AM 7819)માં સગીરાને બેસાડી બારડોલી ખાતે એક ડોક્ટરને લઈ ગયા હતા. જ્યાં ત્યાંથી ડોક્ટરે સુરત ખાતેનો ડો.રસેલ ગુજરાતી ત્યાં મોકલ્યા હતા. જ્યાં સગીરાનો ગર્ભપાત કરાવી ભ્રુણને બલેશ્વર ખાતે અવાવરું જગ્યામાં દફનાવી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *