ગુજરાત સુરત

સુરતમાં કેજરીવાલ એ સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને શરૂ કર્યો રોડ શૉ,હજારોની સંખ્યામાં ઉમટી માનવ મેદની,જુઓ વીડિયો

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને પાટીદારો(પાસ)નો સાથ ન મળતાં આપનો ઉદય થયો છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો.ભાજપને 93 બેઠક પર અને આપને 27 બેઠક જીતવામાં સફળતા મળી છે. ત્યારે ભવ્ય વિજય મેળવ્યા બાદ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવી પહોંચ્યા છે.ત્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો અત્યારે મેગા રોડ શો યોજાયો છે. સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા પછી કેજરીવાલે મેગા રોડ શોની શરૂઆત કરી છે. સુરતના માનગઢ ચોકથી મેગા રોડ શોથી પ્રારંભ કર્યો છે.વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.

Loading...

કેજરીવાલે રોડ-શોમાં કહ્યું હતું કે, હું સુરતના લોકોનો આભાર માનવા આવ્યો છું. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાના ચૂંટણી દરમિયાન કાઠિયાવાડી એટલે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોએ ખોબે ખોબા ભરીને મત આપીને મત આપી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કરાવ્યો છે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. રોડ પર જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો નજર આવી રહ્યા છે.

પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં આપે 27 જટેલી સીટ મેળવી સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવી લીધું છે. ત્યારે આપના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લોકોનો આભાર વ્યક્ત કરવા સુરત પહોંચ્યા છે. સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત બાદ સર્કિટ હાઉસ ખાતે હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં ભાજપના નેતાઓને નાની યાદ અપાવી દેવાનું સૂચન કર્યું હતું. આ સાથે કેજરીવાલે કાઠિયાવાડી અને સુરતી ભોજનનો સ્વાદ માણ્યો હતો.

કેજરીવાલને ખુલ્લા આઈસરમાં નીકળેલા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. મિની બજાર સહિતના વિસ્તારોમાં મકાનની છત પર લોકો ઉમટી પડ્યાં હતાં. રસ્તા પર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. રસ્તા પરથી નીકળેલા રોડ શો પર છત પરથી લોકોએ ફૂલોની વર્ષા પણ અમૂક જગ્યાએ કરી હતી.

તે પહેલાં સુરત આવેલા અરવિંદ કેજરીવાલે સર્કિટ હાઉસ ખાતે સુરતના આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો સાથે બેઠક કરીને તેમને પૂરી તાકાતથી પ્રજાના પ્રશ્નો ઉઠાવવા હાકલ કરી હતી. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો સાથે કેજરીવાલે વાતચીત કરી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કેજરીવાલે પાટીદાર આગેવાનો સાથે વાત કરી હતી અને તેમનો આભાર માન્યો હતો. વરાછા ખાતે દ્વારકેશ નગરી સોસાયટીમાં વિજયી 27 કોર્પોરેટર સાથે કેજરીવાલ વાત કરશે.

આ પહેલા સવારે અરવિંદ કેજરીવાલનું દબદબાભેર સ્વાગત સુરત એરપોર્ટ ખાતે નવા ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યું હતું.કેજરીવાલ એરપોર્ટ પર પહોંચે તે પહેલા જ આપના કાર્યકર્તાઓ ધીરે ધીરે તેમના સ્વાગત માટે એકત્રિત થઈ ગયા હતા. એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ મોટી સંખ્યામાં આવેલા આપના કાર્યકર્તાઓને જોઈને ખુશ થઈ ગયા હતા અરવિંદ કેજરીવાલના જોઈને આપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

જુઓ અહીંયા ક્લિક કરીને વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *