સિરીઝની વચ્ચે સ્ટાર પ્લેયરના ઘરે ટીમ ઈન્ડિયાની હાઉસ પાર્ટી,ફોટા થયા વાયરલ,જુઓ

ટીમ ઈન્ડિયા હાલમાં સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ રમી રહી છે. બંને ટીમો વચ્ચે ચાલી રહેલી શ્રેણી 2-2થી બરાબર થઈ ગઈ છે અને 19 જૂને યોજાનારી T20 મેચ શ્રેણીના વિજેતાનો નિર્ણય કરશે.

Loading...

છેલ્લી T20 મેચ બેંગ્લોરમાં રમાઈ રહી છે, અહીં પહોંચતા પહેલા ટીમ ઈન્ડિયા રાજકોટમાં હતી. જ્યાં જયદેવ ઉનડકટે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓને હાઉસ પાર્ટી આપી હતી.

જયદેવ ઉનડકટ હાલમાં જ આઈપીએલમાં જોવા મળ્યો હતો, જ્યારે ટીમ ઈન્ડિયાએ રાજકોટમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું, ત્યારે તેણે મેચ બાદ ટીમ ઈન્ડિયા માટે ડિનરની વ્યવસ્થા કરી હતી.

જયદેવ ઉનડકટના ઘરે કેપ્ટન ઋષભ પંત, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, અક્ષર પટેલ, અવેશ ખાન અને અન્ય તમામ ખેલાડીઓ હાજર હતા.

અહીં ખેલાડીઓએ પણ ફિલ્મ જોઈ, જયદેવ ઉનડકટે થિયેટરમાંથી ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓ સાથેની તસવીર પણ શેર કરી. જેમાં ઉમરાન મલિક સહિત અન્ય યંગ સ્ટાર્સ પણ જોવા મળી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ જયદેવ ઉનડકટના ઘરે પહોંચ્યા હતા. તેણે ટીમ સાથે આ હાઉસ પાર્ટીની મજા પણ માણી હતી.

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા આ સીરીઝમાં પ્રથમ બે મેચ હારી ગઈ હતી અને ત્યારપછીની બે મેચમાં સતત જીત મેળવી હતી. સિરીઝ 2-2 થી બરાબર છે અને આ સિરીઝની અંતિમ મેચ બેંગ્લોરમાં રમાવવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *